BJP માંથી હાંકી કઢાયા બાદ પહેલીવાર બોલ્યા હરક સિંહ રાવત, 'મારું મોઢું ખૂલશે તો વિસ્ફોટ થશે'

વિધાનસભા ચૂંટણી થતા પહેલા જ ઉત્તરાખંડના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળી શકે છે. સીએમ પુષ્કર સિંહ ધામીની કેબિનેટના મંત્રી હરક સિંહ રાવત આજે કોંગ્રેસમાં જોડાશે. હરક સિંહ રાવતને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે.

BJP માંથી હાંકી કઢાયા બાદ પહેલીવાર બોલ્યા હરક સિંહ રાવત, 'મારું મોઢું ખૂલશે તો વિસ્ફોટ થશે'

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી થતા પહેલા જ ઉત્તરાખંડના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળી શકે છે. સીએમ પુષ્કર સિંહ ધામીની કેબિનેટના મંત્રી હરક સિંહ રાવત આજે કોંગ્રેસમાં જોડાશે. હરક સિંહ રાવતને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. હરક સિંહ રાવતે કહ્યું કે હું મોઢું ખોલીશ તો વિસ્ફોટ થશે. ઉત્તરાખંડમાં ભાજપ હારવાનો છે. કોંગ્રેસની સરકાર પૂર્ણ બહુમતિથી આવશે. હું કોંગ્રેસ જોઈન કરીશ. 

એક પરિવારથી એક વ્યક્તિને ટિકિટ- ધામી
સીએમ પુષ્કર સિંહ ધામીએ હરક સિંહ રાવત પર પલટવાર કરતા કહ્યું કે અમે કોઈ પણ ઘરમાં બેથી ત્રણ ટિકિટ નહીં આપીએ. અમારી પાર્ટી વંશવાદથી દૂર રહેનારી પાર્ટી છે. અમે રાષ્ટ્રવાદને લઈને ચાલીએ છીએ. તેઓ પોતાના પરિવાર અને અન્ય લોકો માટે પાર્ટી પર દબાણ બનાવી રહ્યા હતા. અમે નક્કી કર્યું છે કે એક પરિવારમાંથી એક વ્યક્તિને ટિકિટ આપીશું. તેમનો લાંબો અનુભવ છે અને તેઓ પોતે નક્કી કરશે કે ક્યાં જવાનું છે. 

Kathak: કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડ સરકાર રોજગારી આપી શકી નથી- હરક સિંહ રાવત
હરક સિંહ રાવતેકહ્યું કે ઉધમસિંહ નગર, ચંપાવત, રુદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લા બનાવ્યા, ત્યારબાદ કોઈ જિલ્લો ઉત્તરાખંડમાં બન્યો નથી. શું મે તે મારા માટે કર્યું? ઉત્તરાખંડ માટે કર્યું. મેં માયાવતી સાથે રહને 7 તહસીલ બનાવી. અમે છેલ્લા 5 વર્ષમાં યુવાઓને રોજગારી આપી શક્યા નહીં. હું લડતો રહ્યો કે સરકારી કર્મચારીઓને સન્માનજનક માનદ મળે. 

ઓ બાપરે! દેશમાં એક સાથે બે મહામારી ચાલી રહી છે? આ વૈજ્ઞાનિકે કર્યો મોટો દાવો 

નેતાઓના રોજગાર માટે ઉત્તરાખંડ નથી બન્યું- રાવત
ભાજપમાંથી બરખાસ્ત થયેલા હરક સિંહ રાવતેકહ્યું કે ઉત્તરાખંડ નેતાઓને રોજગારી આપવા માટે નથી બનાવવામાં આવ્યું. એવું લાગે છે કે 14-15 આઈપીએસ મળીને ઉત્તરાખંડ ચલાવે છે. રાજ્યસરકાર સીનિયર આઈએએસ ઓફિસરો પર મહિનાના 10 લાખ રૂપિયા ખર્ચે છે. પરંતુ તમે હ્રદય પર હાથ રાખીને કહો કે શું 100 રૂપિયાનું પણ કામ કરો છો? તેમની પાસે કોઈ કામ નથી. 

અમિત શાહ પાસે મળવાનો સમય માંગ્યો હતો- હરક સિંહ રાવત
હરક સિંહ રાવતેકહ્યું કે જે લોકો દેશ ચલાવે છે તેમનાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે? હું જે દિવસે મોઢું ખોલીશ તે દિવસે દેશના રાજકારણમાં મોટો વિસ્ફોટ થઈ જશે. મે અમિત શાહને વચન આપ્યું હતું કે પાર્ટી છોડીને નહીં જઉ પરંતુ કાલે મારો ઘણો ભાર હળવો થયો. હું જો કોઈ મજૂરને પણ વચન આપું છું તો તે વચન પૂરું કરવા માટે સમગ્ર રાજનીતિ લગાવી દઉ છું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ફેક સમાચારને તેમણે સાચું માન્યું અને હવે પોતાનું મોઢું છૂપાવવા માટે કઈ પણ કહી રહ્યા છે. મે અમિત શાહને મળવા માટે સમય માંગ્યો હતો. આજે હું અમિત શાહને મળવાનો હતો. 

Corona Update: કોરોનાના નવા કેસમાં મામૂલી ઘટાડો, પણ પોઝિટિવિટી રેટ વધ્યો

તેમણે કહ્યું કે મે ત્રણ ચાર દિવસ પહેલા બસ એટલું જ રહ્યું હતું કે તે છોકરી ખુબ સારું કામ કરી રહી છે. હું ચૂંટણી લડવા માંગતો નથી. તમે એકવાર વિચાર કરી લો. પછી તેઓ બોલ્યા તમે ઠીક કહો છો કે હું આ અંગે અમિત શાહ અને નડ્ડા સાથે વાત કરીશ. 

હરક સિંહ રાવત કેમ નારાજ હતા?
સૂત્રોના જણાવ્યાં મુજબ હરક સિંહ રાવત ટિકિટ વહેંચણીને લઈને નારાજ હતા. તેઓ તેમની પુત્રવધુ માટે લેન્સડોનથી ટિકિટ માંગી રહ્યા હતા. અને તેઓ પોતે પણ કોટદ્વાર સીટની જગ્યાએ સુરક્ષિત સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news