Punjab: અમૃતસરમાં સિદ્ધુનું શક્તિ પ્રદર્શન, 62 ધારાસભ્યો તેમના ઘરે ભેગા થયા

 નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના ધારાસભ્યોને અમૃતસર ખાતે પોતાના ઘરે બ્રેકફાસ્ટ પર બોલાવ્યા. 62 જેટલા ધારાસભ્યો સિદ્ધુના ઘરે પહોંચ્યા. 

Punjab: અમૃતસરમાં સિદ્ધુનું શક્તિ પ્રદર્શન, 62 ધારાસભ્યો તેમના ઘરે ભેગા થયા

ચંડીગઢ: કોંગ્રેસ હાઈ કમાને નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે પંસદગી કરી છે. જ્યારથી આ નિર્ણય લેવાયો છે ત્યારબાદથી તેઓ પોતાના સમર્થકોને મળે છે. પરંતુ પ્રદેશના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે તેમની મુલાકાત હજુ થઈ શકી નથી અને અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા આ બંને વચ્ચેનો ખટરાગ હાલ શાંત થાય તેવું જણાતું નથી. પંજાબના મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટ કરાયું છે કે જ્યાં સુધી સિદ્ધુ માફી ન માંગે ત્યાં સુધી કોઈ મીટિંગ  કરશે નહીં. આ બાજુ સિદ્ધુનું શક્તિ પ્રદર્શન સતત ચાલુ છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો નવજોત સિંહ સિદ્ધુના ઘરે ભેગા થયા.

બ્રેકફાસ્ટ પર બોલાવ્યા ધારાસભ્યોને
પંજાબ કોંગ્રેસના નવા પસંદ કરાયેલા પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના ધારાસભ્યોને અમૃતસર ખાતે પોતાના ઘરે બ્રેકફાસ્ટ પર બોલાવ્યા. 62 જેટલા ધારાસભ્યો સિદ્ધુના ઘરે પહોંચ્યા. 

સિદ્ધુ કેંપે અમરિન્દર સિંહ પાસે માફીની કરી માગણી
આ બધા વચ્ચે નવજોત સિંહ સિદ્ધુના સમર્થકોએ સીએમ પર પલટવાર કરતા કહ્યું કે માફી તો તેમણે માંગવી જોઈએ કારણ કે તેઓ જનતાને આપેલા વચનો પૂરા કરી શક્યા નથી. સિદ્ધુના નીકટના અને જાલંધર કેન્ટથી વિધાયક પરગટ સિંહે કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહ માફીની વાત કરી રહ્યા છે. પરંતુ જોઈ કોઈએ માફી માંગવી જોઈએ તો તે સીએમ પોતે છે. જે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. 

Why should Sidhu apologise (to CM)? It's not a public issue. CM has not solved many issues. In that case, he should also apologise to public: Congress MLA Pargat Singh. pic.twitter.com/ttK5WRkoRR

— ANI (@ANI) July 21, 2021

અમરિન્દર સિંહે રાખી છે માફીની શરત
સીએમ અમરિન્દર સિંહે પંજાબ પ્રભારી હરીશ રાવત સામે નવજોત સિંહ સિદ્ધુ તરફથી માફી માંગવાની શરત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે સિદ્ધુએ તેમના પર કરેલા અપમાનજનક હુમલા બદલ જાહેરમાં માફી માંગે. 

પહેલા માફી પછી થશે મુલાકાત
પંજાબમાં ચાલી રહેલા વિવાદને લઈને મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે સિદ્ધુ અને અમરિન્દર સિંહ વચ્ચે થનારી બેઠકની અટકળોને ફગાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ દ્વારા અમરિન્દર સિંહને મળવા માટે સમય માંગવાની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. કોઈ સમય માંગવામાં આવ્યો નથી. વલણમાં કોઈ  ફેરફાર નથી. સીએમ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી સોશિયલ મીડિયા પર કરાયેલા અપમાનજનક હુમલા બદલ સિદ્ધુ જાહેરમાં માફી ન માંગે. 

— Raveen Thukral (@RT_MediaAdvPBCM) July 20, 2021

સાંસદ વિધાયકો સાથે લંચની  કોઈ યોજના નથી
આ સાથે જ રવીન ઠુકરાલે તે રિપોર્ટ્સ પણ ફગાવ્યા જેમાં કહેવાયું છે કે અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધુને છોડીને તમામ કોંગ્રેસ વિધાયકો અને સાંસદોને 21 જુલાઈએ પોતાના ઘરે જમવા બોલાવ્યા છે. રવીને ટ્વીટ કરીને કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે કેપ્ટન અમરિન્દર સિંહ 21 જુલાઈના રોજ લંચ પર તમામ વિધાયકો અને સાંસદોને બોલાવ્યા છે પરંતુ આ ખબર સંપૂર્ણ રીતે ખોટી છે. સીએમએ આવી કોઈ લંચની યોજના બનાવી નથી, કે કોઈને આમંત્રણ મોકલ્યું નથી. 

— Raveen Thukral (@RT_MediaAdvPBCM) July 19, 2021

શું છે આખરે મામલો
લોકસભા ચૂંટણી બાદથી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે તકરાર ચાલુ છે. પંજાબના મંત્રીમંડળથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું પણ આપ્યું હતું. ત્યારથી સિદ્ધુ ખુલ્લેઆમ કેપ્ટન વિરુદ્ધ મોરચો માંડી બેઠેલા જોવા મળ્યા. હવે જ્યારે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે તો આવામાં સિદ્ધુએ પોતના હુમલા પણ તેજ કર્યા અને સોશિયલ મીડિયા પર તેમના પર નિશાન સાધ્યું. 

તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ અનેકવાર કેપ્ટન અમરિન્દર સિંહ પર સીધા હુમલા કર્યા. મે મહિનામાં નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે લોકોના મુદ્દા ઉઠાવી રહેલા મંત્રી, અને સાંસદ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે, પોતાના લોકતાંત્રિક કર્તવ્યોને પૂરા કરી રહ્યા છે અને પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સાચુ બોલનાર દરેક વ્યક્તિ તમારો દુશ્મન બની જાય છે. 

આ ઉપરાંત જ્યારે પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબ સાથે થયેલી બેઅદબીનો મામલો ચરમસીમાએ હતો ત્યારે નવજોત સિંહ સિદ્ધુએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે હજુ સુધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ થઈ નથી. સિદ્ધુએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે તમે આમતેમની વાતો ન કરો, એ જણાવો કે ગુરુ સાહિબની બેઅદબી મામલે ઈન્સાફ કેમ મળ્યો નથી, નેતૃત્વ પર સવાલ છે, દાનત પર સવાલ છે. 

થોડા દિવસ પહેલા જ જ્યારે પંજાબમાં અચાનક વીજળી સંકટ પેદા થયું તો નવજોત સિંહ સિદ્ધુએ અનેક ટ્વીટ કરીને પંજાબ સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે વીજ માફિયાઓ સાથે મીલીભગત, રાજ્ય સરકારનું મોંઘા ભાવે વીજળી ખરીદવા જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. 

હાલમાં જ જ્યારે આમ આદમી પાર્ટીએ નવજોત સિંહ સિદ્ધુના વખાણ કર્યા ત્યારે સિદ્ધુએ આ બહાને કેપ્ટન અમરિન્દર સિંહ પર કટાક્ષ કર્યો હતો. સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે વિપક્ષ મારા વખાણ કરે છે, જ્યારે કેટલાક કોંગ્રેસી કહે છે કે તમે જો આપમાં જશો તો કોઈ વાત નથી.... તમે જો કોંગ્રેસમાં રહેશો તો મુશ્કેલી થશે. 

નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુને લાંબા સમયથી હાઈ કમાન પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગતા હતા. પરંતુ કેપ્ટન અમરિન્દર સિંહ દીવાલ બનીને ઊભા હતા. તેમણે સતત સિદ્ધુને કોઈ પણ મહત્વનું પદ આપવાનો વિરોધ કર્યો. જો કે લાંબી અડચણો બાદ સિદ્ધુને આ કમાન મળી. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન અને સિદ્ધુ વચ્ચેનું અંતર ઘટશે કે પછી કોંગ્રેસે આ આંતરિક વિખવાદનું પરિણામ ચૂંટણીમાં ભોગવવાનો વારો આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news