Rathyatra 2021: પુરીમાં જગતના નાથનો રથ ખેંચવાથી મળે છે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ...મટે છે જન્મો જનમના પાપ! 

રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે.

Rathyatra 2021: પુરીમાં જગતના નાથનો રથ ખેંચવાથી મળે છે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ...મટે છે જન્મો જનમના પાપ! 

ઝી બ્યૂરો, અમદાવાદઃ રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે. પુરીમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. કોરોનાના કારણે આ વર્ષે મર્યાદિત લોકોની હાજરીમાં રથયાત્રા નિકળશે. શ્રદ્ધાળુઓને રથયાત્રામાં સામેલ થવાની અનુમતિ નથી. એટલે આ વર્ષે રથયાત્રામાં શ્રદ્ધાળુઓની ભીડ નહીં જોવા મળે. જેટલું મહત્વ રથયાત્રાનું છે એટલું જ રથને ખેંચવાનું છે. આખરે કેમ ભક્તો પુરીમાં ભગવાન જગન્નાથના રથને ખેંચવા આતુર હોય છે. ચાલો જાણીએ...

જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ:
રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે છે તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો. એટલે કે તેમને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે.

100 યજ્ઞનું મળે છે પુણ્ય:
હિંદુ માન્યતાઓ અનુસાર, જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને આ રથને ખેંચે છે, તેને 100 યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યાતા અનુસાર રથયાત્રા કાઢીને ભગવાનના ગુંડીચા માતાના મંદિરે પહોંચાડવામાં આવે છે. રથયાત્રાનું મહત્વ તો પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે.

અમદાવાદમાં છે આ પ્રથા:
અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ જ પ્રથા છે. અમદાવાદમાં માત્ર ખલાસીઓને જ ભગવાનનો રથ ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં સામાન્ય લોકો રથ નથી ખેંચતા. પરંતુ ખલાસીઓ જ રથને ખેંચી શકે છે. દર વર્ષે આ સૌભાગ્ય મળતા ખલાસીઓ પોતાની જાતને ધન્ય માને છે.

12 જુલાઈએ રથયાત્રા:
12 જુલાઈ અને અષાઢી બીજે રથયાત્રાનું આયોજન થાય છે. જગન્નાથ પુરીમાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે. જ્યારે અમદાવાદની રથયાત્રા મામલે કોરોનાની સ્થિતિ જોઈને સરકાર નિર્ણય લેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news