નક્સલવાદીઓને માનવાધિકાર કાર્યકર્તા માને છે રાહુલ ગાંધીઃ ભાજપ

ભીમા કોરેગાંવ મામલામાં ધરપકડ કરાયેલા પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રતિબંધ લગાવી દીધો છે. 

નક્સલવાદીઓને માનવાધિકાર કાર્યકર્તા માને છે રાહુલ ગાંધીઃ ભાજપ

નવી દિલ્હીઃ ભીમા કોરેગાંવ હિંસાના આરોપમાં ધરપકડ 5 કથિત માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ બાદ શરૂ થયેલી નિવેદનબાજી પર ભાજપે કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નક્સલવાદ અને માનવાધિકાર વચ્ચે અંતરનો ખ્યાલ નથી. 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, કોંગ્રેસ જ્યારે આ લોકોની ધરપકડ કરે છે ત્યારે આ લોકો નક્સલી હોય છે, પરંતુ જ્યારે ભાજપ તેની વિરુદ્ધ કાર્યવાહી કરે તો તે માનવાધિકારી કાર્યકર્તા બની જાય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આજે બેનકાબ થઈ ગઈ છે. નક્સલીઓની સહાયતા માટે ઉભી છે. 

પાત્રાએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસના સમયમાં આ લોકોની ધરપકડ થઈ હતી તો કોંગ્રેસે કહ્યું હતું કે માઓવાદી સંગઠન અર્બન એરિયામાં એનજીઓના રૂપમાં કામ કરી રહ્યું છે. એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કહ્યું હતું કે, શહેરી નક્સલવાદ દેશ માટે એક મોટો ખતરો બની ગયો છે. 

ભાજપે કહ્યું કે, નક્સલવાદીઓને ખ્યાલ છે કે કાયદાની માયાજાળમાંથી કેમ છૂટી શકાય અને આ માયાજાળનો ફાયદો ઉઠાવીને આ લોકો કાયદાના ફંદામાંથી છૂટી જાય છે. તેમણે કહ્યું કે, આજે રાહુલ ગાંધી તેજ નક્સલવાદીઓના સૌથી મોટા હમદર્દ બની રહ્યાં છે. તેમને તે પણ ખ્યાલ નથી કે નક્સલવાદીઓ અને માનવાધિકાર કાર્યકર્તામાં શું અંતર હોય છે. તેણે શવાલ કર્યો કે શું શહેરી નક્સલવાદ દેશ માટે ખતરો નથી. 

સંબિત પાત્રાએ મીડિયાની સાથે તે દસ્તાવેજો પણ રાખ્યા, જ્યારે કોંગ્રેસના કાર્યકાળમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news