રાહુલે જયપુરમાં PM પર સાધ્યું નિશાન: સ્થાનિક મુદ્દાઓ ભુલ્યા

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારે રોજગારીનાં વચનો આપીને યુવાનો સાથે માત્ર છળ કર્યું છે

રાહુલે જયપુરમાં PM પર સાધ્યું નિશાન: સ્થાનિક મુદ્દાઓ ભુલ્યા

જયપુર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જયપુરે રામલીલા મેદાન સાથે રાજસ્થાન ચૂંટણીની જાહેરાત કરી. તેમણે પોતાના સંબોધનમાં કેન્દ્રની મોદી સરકાર અને વસુંધરા રાજે પર ભારે નિશાન સાધ્યું. રાહુલે રાફેલ ડીલ ખેડૂતોનાં દેવા અને મહિલા સુરક્ષા પર કેન્દ્ર સરકારે ઘેરા. રાહુલે કહ્યું કે, એક હવાઇ જહાજ માટે યુપીએએ 540 કરોડ રૂપિયા આપ્યા હતા, નવા કોન્ટ્રાક્ટમાં નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદીએ સ્વયં એખ હવાઇ જહાજને 1600 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. 

આકરા શાબ્દિક પ્રહારો કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 2 કરોડ જોબ, દરેક ખાતામાં 15 લાખ રૂપિયા અને મહિલા સુરક્ષાનું વચ આપ્યું હતું પરંતુ તે પુરા  નહોતા કરી શક્યા. જ્યારે મે રાફેલ ડીલ અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો તો વડાપ્રધાન મોદી મારા સવાલનો જવાબ નહોતો આપી શક્યા. મોદી સરકારે ગત્ત 2 વર્ષમાં 15 ઉદ્યોગપતિઓના 2 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. મે ખેડૂતોની લોન માફ કરવા માટે કહ્યું કે કોઇ જવાબ નથી મળ્યો. 

રાહુલ ગાંધીએ કહ્યું કે યુપીએ સરકારે 126 રાફેલ હવાઇ જહાજ માટે કરાર કર્યો હતો. 520 કરોડ રૂપિયાની હવાઇ જહાજના દરથી કરાર થયો હતો. અમારી સરકારે એચએએલ સાથે કર્યો હતો કરાર. જો કે વડાપ્રધાન ફ્રાંસ ગયા અને આ દરમિયાન ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ પ્રતિનિધિમંડળમાં હતા. રાહુલ નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકારે રોજગારના વચનો અંગે પણ યુવાનને છળ્યા છે. યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી. ચીનની સરકાર 24 કલાકમાં 5 હજાર યુવાનોને રોજગાર આપે છે પરંતુ મોદી સરકાર 24 કલાકમાં માત્ર 450 યુવાનોને રોજગાર આપે છે. વસ્તી અને યુવાનોમાં આપણો દેશ ચીનથી ઓછો નથી. ચીન કરતા વધારે કર્મઠ, શક્તિશાળી અને બુદ્ધિજીવી યુવાનો ભારતના છે. 

— ANI (@ANI) August 11, 2018

વડાપ્રધાન મોદીની ઓફીસમાં માત્ર એકવાર ગયો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની ઓફીસમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વખત ગયો હતો, તે પણ ખેડૂતોની દેવા માફીના મુદ્દે. તેમણે કહ્યું કે, મે પોતે વડાપ્રધાન મોદીને ખેડૂતોના દેવા માફી માટે આગ્રહ કર્યો હતો. મારા સવાલ અંગે વડાપ્રધાન મોદી ચુપ જ થઇ ગયા.ખેડૂતોની દેવા માફી મુદ્દે તેમના મોઢામાંથી એક પણ શબ્દ નહોતો નિકળ્યો. રાહુલે કહ્યું કે, દેવુ નહી ચુકવનારા મોટા લોકોને ઉદ્યોગપતિ જ્યારે ખેડૂતોને ડિફોલ્ટર માનવામાં આવે છે. 

નાના વેપારીઓની તકલીફનો પણ કર્યો ઉલ્લેખ
રાહુલે કહ્યું કે, નોટબંધીએ નાના વેપારીઓની કમર ભાંગી  નાખી. કોંગ્રેસ સરકારમાં આવશે તો જીએસટીમાં મોટા સુધારાઓ કરશે. ગબ્બરસિંહ ટેક્સના બદલે સરળ ટેક્સ બનાવશે કોંગ્રેસ. પેટ્રોલ અને ડિઝલને પણ જીએસટી હેઠળ લાવવાનો પ્રયાસ કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news