ભાયંદર ગયેલા રેલવે મંત્રી અચાનક કાર છોડીને ફટાફટ લોકલ ટ્રેનમાં સવાર થયા, જાણો કેમ
રેલવે મંત્રી પીયૂષ ગોયલ ગુરુવારે ઘરે પહોંચવા માટે ખુબ રઘવાયા અને ઉતાવળા થયા હતાં કારણ હતું કડવા ચોથ.
Trending Photos
મુંબઈ: મુંબઈ (Mumbai)ના રસ્તાઓ પર રોજની જેમ સાંજે ખુબ ટ્રાફિક જામ હતો અને આ ટ્રાફિક મુંબઈગરાઓ માટે કોઈ નવાઈ પણ નથી. પરંતુ રેલવે મંત્રી પીયૂષ ગોયલ ગુરુવારે ઘરે પહોંચવા માટે ખુબ રઘવાયા અને ઉતાવળા થયા હતાં કારણ હતું કડવા ચોથ. તેમને ખબર હતી કે જો તેઓ બાય રોડ ઘરે જશે તો ચોક્કસ મોડા પહોંચશે. આથી તેમણે લોકલ ટ્રેનનો સહારો લીધો. મંત્રીજી કડવા ચોથ પર ઘરે જવાની ઉતાવળમાં મુંબઈ લોકલમાં ઉપડી ગયાં. આમ રેલવે મંત્રીએ સામાન્ય જનતાની જેમ મુંબઈ લોકલમાં મુસાફરી કરી અને ફટાફટ ઘરે પહોંચ્યાં.
વાત જાણે એમ હતી કે કડવા ચોથ પર જલદી ઘરે પહોંચવા માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકલ ટ્રેનનો સહારો લીધો. તેમને ખબર હતી કે જો તેઓ બાય રોડ જશે તો જલદી ઘરે પહોંચશે નહીં. ચૂંટણી પ્રચાર માટે તેઓ ભાયંદર ગયા હતાં. ગોયલે ભાયંદરથી ગ્રાન્ટ રોડ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી.
જુઓ LIVE TV
પીયૂષ ગોયલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુંબઈના પરા વિસ્તાર ભાયંદર ગયા હતાં. રેલવે મંત્રીને ભાયંદરથી સાઉથ મુંબઈ સ્થિત પોતાના ઘરે જવામાં બાય રોડનું અંતર કાપવામાં ખુબ વાર લાગત કારણ કે મુંબઈમાં હાલના દિવસોમાં ટ્રાફિક જામ ઘણો જોવા મળે છે. આવામાં લોકલ ટ્રેનથી જ મુસાફરી કરવી પીયૂષ ગોયલને યોગ્ય લાગી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે