અશોક ગેહલોતે કહ્યું- અહીં ઉલ્ટી ગંગા વહી રહી છે, અમને બહુમત સાબિત કરવાની ના મળી મંજૂરી
Trending Photos
નવી દિલ્હી: રાજસ્થાન હાઇકોર્ટ (Rajasthan High Court) દ્વારા સ્પીકર સીપી જોશી (CP Joshi)ના નોટિસ પર સ્ટે લગાવવાના નિર્ણય બાદ પ્રદેશમાં રાજકિય હલચલ વધી ગઇ છે. ગેહલોત સરકાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. તેને જોતા સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) રાજ્યપાલ કલરાજ મિશ્રને મળવા પહોંચ્યા છે. તેમણે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી અને કહ્યું છે કે, જનતાએ રાજભવનને ઘેરી લીધુ તો અમારી જવાબદારી નહીં.
કોંગ્રેસ અને તેમના સમર્થક ધારાસભ્યોના રાજભવનમાં ધરણા શરૂ કરવાની સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારની સાંજે કહ્યું કે, રાજ્યમાં ઉલ્ટી ગંગાં વહી રહી છે. જ્યાં સત્તા પક્ષ જાતે વિધાનસભાનું સત્ર બોલાવવા માગે છે અને વિપક્ષના નેતા કહી રહ્યાં છે કે, અમે તેની માંગ કરી રહ્યા નથી.
ગેહલોતે રાજ્યપાલને બંધારણીય વડા ગણાવતાં તેમના ધારાસભ્યોને ગાંધીવાદી વર્તન કરવાની સલાહ આપી હતી. ગેહલોતે આશા વ્યક્ત કરી હતી કે રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાના કોંગ્રેસ સરકારના પ્રસ્તાવ પર ટૂંક સમયમાં નિર્ણય લેશે.
ગેહલોતે રાજભવન બહાર પત્રકાર સાથે વાત કરતા કહ્યું હતું કે, અમારી કેબિનેટે વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. શરૂઆત અમે કરી. તેનું વિપક્ષે પણ સ્વાગત કરવું જોઇએ. આજ પરંપરા રહી છે લોકતંત્રની. અહીં ઉલ્ટી ગંગા વહી રહી છે. અમે કહી રહ્યાં છે કે, અમે સત્ર બોલાવીશું અને અમારો બહુમત સિદ્ધ કરીશું. કોરોના વાયરસ અને બાકી મુદ્દા પર ચર્ચા કરીશું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યપાલ અમારા બંધારણીય વડા છે. અમે તેમને આગ્રહ કર્યો છે. મને એમ કહેવામાં ખચકાટ નથી કે તે ઉપરના દબાણ વિના આ નિર્ણય રોકી શકશે નહીં કેમ કે, રાજ્ય કેબિનેટનો જે નિર્ણય હોય છે રાજ્યપાલ તેનાથી બંધાયેલા હોય છે.
ગેહલોતે કહ્યું કે, જો રાજ્યપાલના કેટલાક સવાલ છે તો તે સચિવાલય સ્તર પર સમાધાન કરી શકે છે. તેમણે કહ્યું, હમેશા વિપક્ષ માગ કરે છે કે, વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. અહીં સત્તા પક્ષ કહી રહ્યું છે કે, વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. ત્યારે વિપક્ષ કરી રહ્યું છે કે, અમે આવી કોઇ માગ કરી રહ્યાં જ નથી. આ શું પહેલી છે.
તેમણે કહ્યું કે, મને આશા છે કે, કલરાજ મિશ્ર જેમનું એક વ્યક્તિત્વ છે અને જેમનું દિલ્હીમાં પણ પક્ષ-વિપક્ષ સન્માન કરતું રહ્યું છે. તેઓ દબાણમાં આવશે નહીં કેમ કે, તેમણે બંધારણીય પદની શપથ લીધી છે.
ગેહલોતે કહ્યું કે, જીવનમાં ઘણી એવી તક આવે છે, જ્યારે તેમણે સાહસથી નિર્ણય કરવો પડે છે. અમને આશા છે કે, ટુંક સમયમાં નિર્ણય જણાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે