આ દેશના ચીફ જસ્ટિસને પકડવા માગે છે અમેરિકા, ધરપકડ પર 5 લાખ ડોલરનું ઇનામ
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા (America) અને વેનેઝુએલા (Venezuela)ની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ વેનેઝુએલાના ચીફ જસ્ટિસ મોરેના પેરેઝ (Maikal Jose Moreno Perez) ઉપર 5 લાખ ડોલરનું ઇનામની જાહેરાત કરી છે. અમેરિકાનું કહેવું છે કે, જે પણ તેને પેરેઝ વિશે જાણકારી આપશે, તેને આ ઇનામની રકમ આપવામાં આવશે.
આ પણ વાંચો:- લદ્દાખમાં ડોકલામની નારાજગી વ્યક્ત કરનાર ચીનના જનરલની વિદાઇ, ગલવાનમાં હુમલાની બનાવી હતી યોજના
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (Mike Pompeo)એ આરોપ લગાવ્યો છે કે, મોરેનો પેરેઝ લાંચ લઈને મામલો થાળે પાડતા હતા. પોમ્પિયોના જણાવ્યા મુજબ, પેરેઝે તાજેતરના વર્ષોમાં 20થી વધુ ગુનાહિત અને નાગરિક મુકદ્દમાની તરફેણ કરવા માટે ભારે લાંચ આપી છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના આ નિર્ણયથી વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત વધુ તીવ્ર બનશે અને લોકોને યોગ્ય ન્યાય મળશે.
ત્યારે અમેરિકન ઘોષણા બાદ વેનેઝુએલાએ તેના ઉપર હિટબેક કર્યું. વેનેઝુએલાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા આપણા દેશમાં ન્યાયના સૌથી ઉંચા શિખર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર હુમલો કરી રહ્યું છે. આ માટે જંગલી આદિવાસીઓ જેવા ખોટા આરોપો અને ઈનામ આપવાની શૈલી અપનાવવામાં આવી રહી છે. વેનેઝુએલાએ કહ્યું કે તે ટ્રંપ પ્રશાસનના આ ખોટા અને ગેરકાયદેસર આરોપોને સંપૂર્ણ રીતે નકારે છે. તેની ક્રિયાઓ વેનેઝુએલાના લોકો અને દેશની બંધારણીય સંસ્થાનું અપમાન છે.
પેરેઝ મે 2017થી યુએસ ટ્રેઝરીના પ્રતિબંધોની બ્લેકલિસ્ટમાં છે. મંગળવારે યુએસના સ્ટેટ ડિપોર્ટમેન્ટની એક અલગ યાદી બહાર પાડવામાં આવી. જેમાં તે તેની પત્ની સાથે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું કહેવાતું હતું. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકારની નજીકની ગણાય છે. એવો આરોપ છે કે વર્ષ 2017માં તેમણે દેશની વિરોધી નિયંત્રિત રાષ્ટ્રીય વિધાનસભાને બિનઅસરકારક જાહેર કરી હતી.
ત્યારબાદ મુખ્ય વિપક્ષી નેતા જુઆન ગ્યુડોએ લગભગ 18 મહિના પહેલા પોતાને દેશનો રાષ્ટ્રપતિ જાહેર કર્યો, જેને અમેરિકા સહિત 50થી વધુ દેશોએ તેમની માન્યતા આપી. યુએસએ પણ માદુરોને સત્તામાંથી હાંકી કાઢવા માટે અનેક નિયંત્રણો લગાવ્યા છે. યુએસનું માનવું છે કે માદુરો દ્વારા 2018માં યોજાયેલી ચૂંટણી એક દગાબાજી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે