CM યોગી આવતીકાલે જશે અયોધ્યા, જાણો દેશભરમાંથી ભૂમિ પૂજન માટે શું-શું પહોંચી રહ્યું છે?

અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજનની સામે દાખલ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ થઇ ગઇ છે. ભૂમિ પૂજનની તૈયારી શરૂ કરવામાં આવી છે. હવે જાણકારી મળી રહી છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) શનિવારના અયોધ્યા જઇ શકે છે. 5 ઓગસ્ટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મુલાકાત પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જઇ શકે છે.
CM યોગી આવતીકાલે જશે અયોધ્યા, જાણો દેશભરમાંથી ભૂમિ પૂજન માટે શું-શું પહોંચી રહ્યું છે?

નવી દિલ્હી: અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજનની સામે દાખલ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ થઇ ગઇ છે. ભૂમિ પૂજનની તૈયારી શરૂ કરવામાં આવી છે. હવે જાણકારી મળી રહી છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) શનિવારના અયોધ્યા જઇ શકે છે. 5 ઓગસ્ટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મુલાકાત પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જઇ શકે છે.

મળતી માહિતી મુજબ, આવતીકાલ બપોર બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચશે. તેઓ પહેલા અયોધ્યામાં તૈયારીનું નિરીક્ષણ કરશે ત્યારબાદ સાધુ સંતો સાથે મુલાકાત કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, સીએમ અધિકારીઓની સાથે રામ જન્મ ભૂમિ સ્થળનું નિરીક્ષણ પણ કરી શકે છે.

બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિરના નિર્માણ માટે દિલ્હીના પવિત્ર 11 સ્થાનોની માટી પિત્તળના કળશમાં ભરી ગુરુવારે અયોધ્યા જવા રવાના કરી છે. 5 ઓગસ્ટના ભૂમિપૂજન સમયે તેનો ઉપયોગ થશે. દિલ્હીના સિદ્ધ પીઠ (કાલકાજી), પ્રાચીન પાંડવ કાળનું ભૈરોન મંદિર (જૂનો કિલ્લો), ગુરુદ્વારા સીસ ગંજ (ચાંદની ચોક), ગૌરી શંકર મંદિર (ચાંદની ચોક), દિગમ્બર જૈન લાલ મંદિર (ચાંદની ચોક), પ્રાચીન કાલી માતા મંદિર (બંગલા સાહિબ), લક્ષ્મી નારાયણ મંદિર, બિરલા મંદિર, ભગવાન વાલ્મીકી મંદિર અને બદ્રી ભગત ઝાંડેવાલાન મંદિર (કેરોલ બાગ)થી માટી મોકલવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે કહ્યું કે તે આપણા બધા માટે ખુશીનો સમય છે. તેમણે કહ્યું કે માટી અને પવિત્ર સ્થળોની નદીઓનું પાણી દેશભરમાંથી અયોધ્યા સુધી પહોંચી રહ્યું છે. કેટલાક લોકો અમારી પાસે આવ્યા કે તેઓ મંદિરનું નિર્માણ કરાવી શકે છે. અમે ટ્રસ્ટને વિનંતી કરી હતી લોકોના સહયોગથી આ મંદિરો બને. એક રકમ નિશ્ચિત છે. તેમણે કહ્યું કે અમે 4 લાખ ગામોમાં 10 કરોડ ઘરોમાં જઈશું અને રકમ એકત્રિત કરીશું.

વિહિપ પ્રમુખે કહ્યું કે લોકો દ્વારા અનેક પ્રકારના વાંધા ઉઠાવવામાં આવ્યા છે. મુહૂર્તાનો મુદ્દો ઉઠાવ્યો છે. બનારસના જ્યોતિષીઓની સલાહ લીધા પછી મુહૂર્તાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરનો શિલાન્યાસ પ્રધાનમંત્રીના હાથે થશે. તેમણે કહ્યું કે આખો દેશ પ્રધાનમંત્રીને આવકારવા તૈયાર છે.

દેશભરમાંથી શું-શું પહોંચી રહ્યું છે રામ મંદિર માટે

  • ઉજ્જૈનના મહાકાલ વનથી માટી અને વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિર્લિંગ મહાકાલ મંદિરની ભસ્મ પણ પૂજન માટે અયોધ્યા પહોંચાડવામાં આવશે. માન્યતા છે કે, ભગવાન રામ ઉજ્જૈન આવ્યા હતા અને તેમણે શિપ્રા નદીના રામ ઘાટ પર પૂજા-અર્ચના કરી હતી.
  • ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશને 33 કિલો 644 ગ્રામ ચાંદીની ઇટ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશને સમગ્ર પ્રદેશના નાના-મોટા જ્વેલર્સના સહયોગથી ચાંદી ભેગુ કરી ઇટ બનાવી છે.
  • રામ મંદિરની આધારશિલામાં બુલંદશહેરની ચાંદીની ઇટ પણ લગાવવામાં આવશે. યૂપીના બુલંદશહેરથી સર્રાફ એસોસિએશન તરફથી લગભગ 5 કિલોની પાંચ ચાંદીની ઇટ ભગવાન શ્રી રામ મંદિર માટે અયોધ્યા મોકલવામાં આવી છે.
  • દેશભરના તમામ પ્રમુખ મઠ મંદિર અને સ્થાનોથી માટી અને જળ પૂજા કરી અયોધ્યા મોકલવામાં આવી રહ્યાં છે.
  • રાજસ્થાનના મહારાજ ભર્તૂહરીની તોપભૂમિ સહિત અન્ય પાંચ મંદિરોની પવિત્ર માટીને મંદિરના પાયા નાખવાના ઉપયોગમાં લેવામાં આવશે.
  • અયોધ્યા રામ મંદિર નિર્માણના શિલાન્યાસમાં ગાયના ફલ્ગુ નદીના બાલુ પણ ઉપયોગ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news