ન્યૂ ઇયરના જશ્નમાં લોકોએ તોડ્યો દારૂ પીવાનો 'રેકોર્ડ', 1 અરબ 4 કરોડનો દારૂ ઢીંચી ગયા
નવા વર્ષે 2020 (New Year 2020)ની શરૂઆત થઇ ચૂકી છે. દેશ-દુનિયામાં જોરશોર સાથે નવ વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ઉજવણીના મામલે રાજસ્થાન પણ પાછળ ન રહ્યું અને અહીં 31 ડિસેમ્બરની રાત્રે લોકોએ 1 અરબ 4 કરોડનો દારૂ ઢીંચી નાખ્યો.
Trending Photos
જયપુર: નવા વર્ષે 2020 (New Year 2020)ની શરૂઆત થઇ ચૂકી છે. દેશ-દુનિયામાં જોરશોર સાથે નવ વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ઉજવણીના મામલે રાજસ્થાન પણ પાછળ ન રહ્યું અને અહીં 31 ડિસેમ્બરની રાત્રે લોકોએ 1 અરબ 4 કરોડનો દારૂ ઢીંચી નાખ્યો.
નવા વર્ષના આગમન અને 2019ને અલવિદા કહેવા માટે દેશ દુનિયામાં લોકોએ પોત પોતાના અંદાજમાં ઉજવણી કરી. ક્યાંક ડીજે પાર્ટીનું આયોજન થયું તો ક્યાં લોકો નશામાં ઝૂમ્યા. નવા વર્ષની ઉજવણીમાં પિયક્કડોએ એક રાતમાં 1 અરબ 4 કરોડનો દારૂ ગટગટાવી ગયા. એક દિવસના રેકોર્ડબ્રેક આબકારી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. નવા વર્ષના સ્વાગત માટે શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં પાર્ટીઓ થઇ. તેમાં લોકોએ ખૂબ દારૂના જામ છલકાવ્યા. રસપ્રદ વાત એ છે કે દારૂ પીરસવા માટે હોટલ-બાર ઉપરાંત કામચલાઉ લાયસન્સ ઇશ્યૂ કર્યા હતા.
દારૂના વેચાણે નવો રેકોર્ડ સ્થાપ્યો
દારૂની દુકાનોમાં મોડી રાત સુધી લોકોની ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે 104 કરોડનો દારૂ વેચીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 31 ડિસેમ્બરના રોજ સાંજથી માંડીને મોડી રાત સુધી ન્યૂ ઇયર સેલિબ્રેશન થઇ રહ્યું છે. રાજસ્થાનમાં એક જ રાતમાં 1 અરબ 04 કરોડ રૂપિયાનો દારૂ અને બિયરનું વેચાણ થયું. આ રેકોર્ડ એ વાતનો ઇશારો કરે છે કે રાજસ્થાનમાં ન્યૂ ઇયરની ઉજવણીમાં દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે. શહેરના બીયર બાર, હોટલ વગેરેમાં મનમૂકીને દારૂ વેચાયો હતો.
આબકારી વિભાગને પ્રાપ્ત થયો લક્ષ્ય
વર્ષ 2018ની વિદાયના દિવસની સ્થિતિ જોઇએ તો 63 કરોડનો દારૂ ગટકી જયા અને વર્ષ 2019ની વિદાયના અંતિમ દિવસે 41 કરોડ રૂપિયાના દારૂ અને બિયરનું વધુ વેચાણ થયું. દારૂના વધતા જતાં વેચાણના આંકડાથી સરકારી ખજાનાને ફાયદો થઇ રહ્યો છે. આબકારી વિભાગના આંકડા અનુસાર 30 અને 31 ડિસેમ્બરના રોજ કુલ 1 અરબ 71 કરોડનો દારૂ વેચાયો ચે. 30 ડિસેમ્બરના રોજ 67 કરોડ 67 લાખ અને 31 ડિસેમ્બર 104 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું. એવામાં આબકારી વિભાગે વધુ ટાર્ગેટ પ્રાપ્ત થયો હોવાનો દાવો રજૂ કર્યો છે.
1 અરબ 31 કરોડનો ઇંગ્લીશ દારૂ વેચાયો
બદલાતા જમાનાની સાથે ફક્ત લોકોની ખાણીપીણીની રીત બદલાઇ છે એવું નથી નથી પરંતુ જીવનશૈલીમાં પણ મોટો ફેરફાર થયો છે. તેની જાણ આ વાતથી થાય છે કે 30 અને 31 ડિસેમ્બરના રોજ રાત્રે 1 અરબ 71 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. તેમાં 40 કરોડ રૂપિયાની બીયર અને 1 અરબ 31 કરોડના અંગ્રેજી દારૂનું વેચાણ થયું જોકે નવા વર્ષમાં પીનારાઓ દૌર હજુ યથાવત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે