સાંસદોની રેલવે ટિકિટ બુકિંગ નિયમોમાં મોટુ પરિવર્તન, આ કારણે લેવો પડ્યો નિર્ણય

ભારતીય રેલવે (Indian Railway) એ રાજ્યસભા સાંસદો માટે રેલવે ટિકિટ મુદ્દે નિયમોમાં પરિવર્તન કર્યું છે. નવા નિયમો અનુસાર જ્યારે ટિકિટો પર સાંસદ યાત્રા નહી કરે ત્યારે તેને રદ્દ કરાવવી પડશે. જો આ ટિકિટને કેન્સલ નહી કરાવે તો તેમની પાસેથી ટિકિટનાં નાણા વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સચિવાલયમાં સામે આવ્યું કે, અનેક સાંસદો એક જ દિવસમાં યાત્રા કરવા માટે અનેક ટ્રેનોમાં આરક્ષણ કરાવી લેતા હોય છે અને યાત્રા નહી કરવા પર ટિકિટ કેન્સલ પણ નથી કરાવતા. એવામાં સચિવાલય રેલવેને તે બુકિંગ માટે પૈસા રિફડ કરાવે છે. 
સાંસદોની રેલવે ટિકિટ બુકિંગ નિયમોમાં મોટુ પરિવર્તન, આ કારણે લેવો પડ્યો નિર્ણય

નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railway) એ રાજ્યસભા સાંસદો માટે રેલવે ટિકિટ મુદ્દે નિયમોમાં પરિવર્તન કર્યું છે. નવા નિયમો અનુસાર જ્યારે ટિકિટો પર સાંસદ યાત્રા નહી કરે ત્યારે તેને રદ્દ કરાવવી પડશે. જો આ ટિકિટને કેન્સલ નહી કરાવે તો તેમની પાસેથી ટિકિટનાં નાણા વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સચિવાલયમાં સામે આવ્યું કે, અનેક સાંસદો એક જ દિવસમાં યાત્રા કરવા માટે અનેક ટ્રેનોમાં આરક્ષણ કરાવી લેતા હોય છે અને યાત્રા નહી કરવા પર ટિકિટ કેન્સલ પણ નથી કરાવતા. એવામાં સચિવાલય રેલવેને તે બુકિંગ માટે પૈસા રિફડ કરાવે છે. 

રાજ્યસભા સચિવાલયે કહ્યું કે, હું તેના કારણે ન માત્ર બિનજરૂરી ખર્ચ વધે છે, પરંતુ રાજ્યસભાનાં બજેટમાંથી પૈસા પણ વ્યય થા છે. સાથે જ સામાન્ય યાત્રીને કન્ફર્મ બર્થ પણ નથી મળતો. કારણ કે નિયમાનુસાર રેલવેને સાંસદ કોટામાંથી સીટોને અનામત રાખવી પડે છે. એટલા માટે તમામ રાજ્યસભા સાંસદોને નિર્દેશ અપાયા છે કે, જે ટિકિટનો ઉપયોગ ન હોય તેને રદ્દ કરાવી દેવામાં આવે. જો સાંસદ એવું નહી કેર તો તે ટિકિટની કિંમત તેની પાસેથી વસુલવામાં આવશે. 

સંસદીય નિયમાનુસાર દરેર સાંસદને પ્રથણ શ્રેણીની એસીનો એક ફ્રી ટ્રેન પાસ મળે છે. જેના પર તેઓ સમગ્ર દેશમાં ક્યાંય પણ સમયે યાત્રા કરી શકે છે. રેલયાત્રા કરી રહેલા સાંસદનાં એક સહયોગી માટે પણ ટ્રેનનાં એસી 2 ટિયર કોચમાં મફત યાત્રાની સુવિધા છે. સાંસદની પત્ની માટે ટ્રેનમાં સાંસદો માટે સમાન જ યાત્રાનું પ્રાવધાન છે. 

હવે નવા નિયમો અનુસાર રાજ્યસભા સાંસદ જે ટિકિટ પર રેલ યાત્રા કરશે તે ઉપરાંતની ટિકિટો કેન્સલ કરાવવી પડશે. તેમાં રાજ્યસભાનાં ખર્ચમાં પણ બચત થશે અને સાથે જ સામાન્ય લોકો માટે આરક્ષિત સીટોમાં પણ વધારો કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news