આ રાજ્યમાં જોવા મળ્યો દુર્લભ 'સફેદ કાગડો', શું તોળાઈ રહ્યું છે કોઈ મોટું જોખમ?
તમિલનાડુના કોવિલપટ્ટી વિસ્તારની ગલીઓમાં એક દુર્લભ અલ્બિનો જાતિનો સફેદ રંગનો કાગડો જોવા મળ્યો. તેનું મુખ્ય કારણ અનુવાંશિક ઉત્પરિવર્તન છે. જ્યોતિષનો દાવો છે કે કાગડાનો અવાજ અપશુકન મનાય છે અને આ તો સફેદ કાગડો દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે.
Trending Photos
તમિલનાડુના કોવિલપટ્ટી વિસ્તારના ગલીઓમાં દુર્લભ અલ્બિનો કાગડો, સફેદ રંગનો આ કાગડો જોવા મળ્યો. તેનું મુખ્ય કારણ અનુવાંશિક ઉત્પરિવર્તન છે. જેના કારણે તેનામાં રંગની કમી જોવા મળે છે. પ્રત્યક્ષદર્શીઓને પહેલા તો એવું લાગ્યું કે આ કોઈ કબૂતર હશે પરંતુ ધ્યાનથી જોયું તો તે કાગડો હતો. આ પક્ષી ઝાડીઓ પર બેઠું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સફેદ કાગડો જોનારા વ્યક્તિનું નામ સુંદર હતું.
સુંદરે જણાવ્યું કે પહેલા લાગ્યું કે આ કોઈ કબૂતર છે. પરંતુ તેનો અવાજ સાંભળ્યા બાદ ખબર પડી કે આ તો કાગડો છે. મને આશ્ચર્ય થયું કે તેનો રંગ આટલો સફેદ કેમ છે. મે આ કાગડો મારા પરિવારને પણ બતાવ્યો. તેઓ પણ દંગ રહી ગયા જે રીતે હું પહેલીવાર જોઈને રહી ગયો હતો. સુંદરના પરિજનોએ જણાવ્યું કે પુત્રના અવાજથી કાગડો ઉડી ગયો. પરંતુ મે મારા હાથમાં પાણી રાખ્યું મને લાગ્યું કે તે તરસ્યો અને થાકેલો હતો.
જ્યોતિષ અને સફેદ કાગડો
એક મીડિયા રિપોર્ટમાં જયોતિષને ટાંકીને કહેવાયું છે કે કાગડો સામાન્ય રીતે જ્યોતિષ સાથે જોડાયેલું આધ્યાત્મિક પક્ષી ગણાય છે. તેમના કહેવા મુજબ કાગડાને આપણા પૂર્વજો અને શનિ ગૃહ સ્વરૂપે જોવામાં આવે છે. દરરોજ આપણે પૂર્વજો દ્વારા કાગડા સ્વરૂપે નમસ્કાર કરીએ છીએ. તેઓ આપણને આશીર્વાદ આપવા માટે આપણી પાસે આવે છે અને પોતાનું પેટ ભરવા માટે આપણું આપેલું ભોજન કરે છે. આપણે દરેક અમાસ પર આપણા પૂર્વજોનું સન્માન કરતા કાગડાને ભોજન કરાવીએ છીએ.
દેશ માટે અપશુકનીયાળ
તેમણે જણાવ્યું કે કાગડાનો અવાજ તો અપશુકનીયાળ મનાય છે. પરંતુ જો કોઈ માણસના માથા પરથી કાગડો ઉડી જાય તો ખતરાનો સંકેત મનાય છે. બાઈબલ અને કુરાનમાં પણ કાગડાને અપશુકનીયાળ મનાય છે. તમિલનાડુના થિરુપથુર વિસ્તારમાં પહેલીવાર બે વર્ષ પહેલા એક સફેદ કાગડો જોવા મળ્યો હતો. સફેદ રંગનો કાગડો રાષ્ટ્ર માટે નકારાત્મક સંકેત આપે છે. તેમણે જણાવ્યું કે ભારતે કોઈ પ્રમુખ વ્યક્તિ સાથે ઉષ્માભર્યુ સ્વાગત કે ચીન કે પાકિસ્તાનના જોખમનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષે જણાવ્યું કે આપણે તેને માત્ર અંધશ્રદ્ધા ગણીને નજરઅંદાજ કરી શકીએ નહીં. બંગાળ ઓડિશા અને દિલ્હીના મોટા વિપક્ષથી શાસક (સત્તા પક્ષ) પ્રભાવિત થઈ શકે છે.
બીજી બાજુ પશુ ચિકિત્સક પાસે રંગની તપાસ કરાઈ તો તેમણે કહ્યું કે આ ફક્ત મેલેનિન રંગની કમીનો મામલો છે. મેલેનિનની કમીના કારણએ આ રીતે કાગડાની ત્વચા, વાળ અને આંખો સફેદ હોય છે. જે સામાન્ય રીતે ગુલાબી હોય છે. અલ્બિનોના કાગડાના પગ ગુલાબી હશે. અલ્બિનો લાંબા સમય સુધી જીવતા રહી શકતા નથી. આથી તેઓ પોતાના જીનને આગામી પેઢી સુધી પહોંચાડી શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે