તિરુપતિ મંદિર બાદ હવે સિદ્ધિવિનાયક મંદિર? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ, જાણો શું કહ્યું મંદિર ટ્રસ્ટે?

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર અંગે ચોંકાવનારા સમાચાર સામે આવતા દેશમાં ખળભળાટ મચી ગયો છે. મંદિરના પ્રસાદની શુદ્ધતા પર સવાલ ઊભો થઈ ગયો. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મંદિરના લાડુના પ્રસાદ પર ઉંદરના બચ્ચા જોવા મળી રહ્યા છે. 

તિરુપતિ મંદિર બાદ હવે સિદ્ધિવિનાયક મંદિર? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ, જાણો શું કહ્યું મંદિર ટ્રસ્ટે?

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી હોવાની વાત સામે આવી હતી અને હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર અંગે ચોંકાવનારા સમાચાર સામે આવતા દેશમાં ખળભળાટ મચી ગયો છે. મંદિરના પ્રસાદની શુદ્ધતા પર સવાલ ઊભો થઈ ગયો. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મંદિરના લાડુના પ્રસાદ પર ઉંદરના બચ્ચા જોવા મળી રહ્યા છે. 

વાયરલ વીડિયો
મુંબઈના જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી ચોંકાવનારી તસવીરો સામે આવી. NDTV ના રિપોર્ટ મુજબ મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો એંગે જવાબ માંગવામાં આવતા મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટિલે કહ્યું કે આ તસવીરો મંદિરની નથી. જો કે તેમણે આ મામલે તપાસની વાત કરી છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

— Hello (@hello73853) September 24, 2024

શું કહે છે મંદિર ટ્રસ્ટ
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદર ટ્રસ્ટ (SSGT) ના ચેરપર્સન અને શિવસેના લીડર સદા સર્વંકરે આ સમગ્ર મુદ્દે કહ્યું કે "જ્યાં ભગવાન ગણેશનો પ્રસાદ તૈયાર થાય છે તે ખુબ જ નીટ એન્ડ ક્લીન છે. અમે તને ચોખ્ખું રાખવાનો ખુબ પ્રયત્ન કરીએ છીએ. ઘી, કાજુ અને બીજી જે પણ સામગ્રીનો ઉપયોગ થાય છે તેને બીએમસીની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. ત્યાંથી અપ્રુવ્ડ થયેલી વસ્તુઓ જ ઉપયોગમાં લેવાય છે. પાણી સુદ્ધા ત્યાં ટેસ્ટિંગ થાય છે. તેનો અર્થ એ થયો કે અમે એ વસ્તુનું પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ કે શ્રદ્ધાળુઓને જે પ્રસાદ મળે તે પ્યોર હોય. બે દિવસથી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્લાસ્ટિકમાં પેક થયેલું કઈક દેખાય છે. પરંતુ એ કહી ન શકાય કે વીડિયો ક્યાંનો છે અને તેમાં શું છે. અમે આ વાયરલ વીડિયો અંગે તપાસ કરીએ છીએ. અમે બધુ એકદમ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આથી અમે કહી શકીએ કે આ વીડિયો અહીંનો નથી."

— ANI (@ANI) September 24, 2024

અત્રે જણાવવાનું કે રોજ મંદિરમાં પ્રસાદ માટે 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. દરેક પ્રસાદ પેકેટમાં 50-50 ગ્રામના બે  લાડુ હોય છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટથી લાડુમાં ઉપયોગમાં લેવાતી તમામ ચીજોને સર્ટિફાઈડ પણ કરવામાં આવે છે. લેબ ટેસ્ટ મુજબ મહાપ્રસાદના આ લાડુઓને 7થી 8 દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. જો કે લાડુઓ પર ઉંદરના બચ્ચાની તસવીરો સામે આવતા હવે મંદરની સફાઈ અને પ્રસાદની શુદ્ધતા અંગે મોટા સવાલ ઊભા થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news