જો તમારા પૈસા બેંકમાં જમા છે તો ખાસ વાંચો સમાચાર, RBI દ્વારા એક મોટી બેંકને બંધ કરવાનો અપાયો આદેશ
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્રના કરાડ ખાતે કરાડા જનતા સહકારી બેંકનું (Karad Janata Sahakari Bank Ltd) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. લાયસન્સ રદ્દ થયા બાદ હવે બેંક બંધ થઇ જશે. જો કે રાહતની વાત છે કે, 99 ટકા જમાકર્તાઓને તેમને તેમના નાણા પરત મળી જશે. જો કે રાહતની વાત છે કે, 99 ટકા થાપણદારોને તેમની મુડી પરત મળી જશે.
આ અગાઉ નવેમ્બર 2017 થી જ કરાડ જનતા સહકારી બેંક પર રિઝર્વ બેંક દ્વારા કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકના લિક્વિડેટર નિયુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. RBI ના અનુસાર સેક્શન 22 ના નિયમો અનુસાર બેંકની પાસે હવે મુડી નથી અને કમાણીની પણ કોઇ ગુંજાઇશ નથી. કરોડ બૈંક બૈંકિંગ રેગુલેશન 1949ના સેક્શન 56 તરીકે ખરા નહોતા ઉતર્યા. તેના કારણે તેનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.
ડિપોઝિટર્સને તેમના નાણા પરત મળશે.
આરબીઆઇએ કહ્યું કે, હવે બેંકને ચાલુ ખાતા ધરાવતાઓનાં હિતમાં નથી. હાલની સ્થિતીમાં બેંક પોતાનાં ડિપોઝિટર્સને પુર્ણ પૈસા નહી આપી શકે. DICGC એક્ટ 1961 અંતર્ગત ડિપોઝિટર્સને બેંકનાં લિક્વિડેશન પર 5 લાખ સુધીની રકમ પ્રાપ્ત મળશે. રાહતની વાત છે કે, 99 ટકા ડિપોઝિટર્સને પોતાની મુડી DICGC દ્વારા મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે