શા માટે PNB ગોટાળાનો અહેવાલ નથી આપવા માંગતી રિઝર્વ બેંક?
RTIના અરજદારને રિઝર્વ બેંકે કહ્યુ કે તેની પાસે આ પ્રકારની કોઇ ખાસ માહિતી નથી કે પીએનબીમાં 13 હજાર કરોડ રૂપિયાનો ગોટળો કઇ રીતે સામે આવ્યો
- પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડ રૂપિયાનો અહેવાલ આપવાનો ઇન્કાર
- આરબીઆઇનો તર્ક છે કે તપાસ હાલ ચાલી રહી છે માટે અહેવાલ સોંપાઇ નહી
- RBIએ પીએનબી મુખ્ય મથકમાં 2007થી 2017 કર્યું હતું વાર્ષીક નિરીક્ષણ
Trending Photos
નવી દિલ્હી : રિઝર્વ બેંક (RBI)એ પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડ રૂપિયાનાં ગોટાળાનો અહેવાલ સોંપવાનો ઇન્કાર કરી દીધો છે. કેન્દ્રીય બેંકનો તર્ક છે કે તપાસ હાલ ચાલી રહી છે તેવી પરિસ્થિતીમાં તપાસનો પ્રગતી રિપોર્ટ આરટીઆઇ હેઠળ આપવો શક્ય નથી. કારણ કે તેનાં કારણે તપાસ પ્રભાવિત થવાની પણ શક્યતાઓ છે. આરબીઆઇએ માહિતીનાં અધિકાર (RTI) નાં તે કાયદાનાં તે પ્રાવધાનોનો ઉલ્લેખ કર્યો જે તે અહેવાલોનો ખુલાસો કરવાથી અટકાવે છે, જે તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે અથવા દોષીતો પર કાર્યવાહીમાં અસર કરી શકે છે.
ગોટાળો સામે આવ્યાની માહિતી નહી:આરબીઆઇ
રિઝર્વ બેંકે આ અંગે આરટીઆઇ આવેદનનાં જવાબમાં કહ્યું કે, તેની પાસે આ પ્રકારની કોઇ ખાસ માહિતી નથી કે પીએનબીમાં 13 હજાર કરોડ રૂપિયાનાં ગોટાળા કઇ રીતે સામે આવ્યા. કેન્દ્રીય બેંકે આ અરજીને પીએનબી પાસે મોકલી દીધી છે. દેશનાં ઇતિહાસમાં આ સૌથી મોટો બેંકિંગ ગોટાળાનો ખુલાસો આ જ વર્ષે તયો હતો. હીરા વેપારી નીરવ મોદી અને તેના મામાએ ગીતાંજલી જેમ્સનાં પ્રવર્તક મેહુલ ચોક્સી આ ગોટાળાનાં સુત્રધાર છે. અન્ય એજન્સીઓ અને નિયામકોની સાથે રિઝર્વ બેંક પણ આની વિસ્તૃત માહિતી આપી રહ્યું છે.
કેન્દ્રીય બેંકે આરટીઆઇ કાયદનો હવાલો ટાંક્યો
નીરિક્ષણ અંગેનાં અહેવાલોની પ્રતિયો અને વિરોધની પ્રતિ માગવા અંગે રિઝર્વ બેંકે કહ્યું કે, આરટીઆઇની અલગ અલગ કલમો હેઠળ આ માહિતી નહી આપવાની છુટ આપવામાં આવી. આરટીઆઇ અરજી અંગે કેન્દ્રીય બેંકે કહ્યું કે, આરટીઆઇ કાયદા 2005ની કલમ 8(1) (એ), (ડી), (જે) અને (એચ) હેઠળ બેંકોનાં નિરિક્ષણ રિપોર્ટ તથા અન્ય માહિતીનો ખુલાસો નહી કરવા માટેની છુટ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે