Republic Day 2023: આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ હશે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ!

India invites Egypt's President Abdel Fattah El-Sisi: આવું બીજીવાર બન્યું છે કે જ્યારે મોદી સરકાર તરફથી ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈ આફ્રિકન દેશના નેતાને આમંત્રણ અપાયું છે. નોંધનીય છે કે ભારત આફ્રિકાની સાથે સંબંધ વધારવા માટે ઈચ્છુક રહ્યો છે. 

Republic Day 2023: આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ હશે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ!

India invites Egypt's President Abdel Fattah El-Sisi: ભારતે પ્રજાસત્તાક દિવસ 2023ના ભવ્ય સમારોહ માટે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ મોકલ્યું છે. વર્ષ 2014થી ઈજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન અલ સિસિને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને અરબ વર્લ્ડ બંને માટે ભારતની સમાન પહોંચ તરીકે જોવામાં આવી રહ્યું છે. 

ભારત-ઈજિપ્તના મજબૂત સંબંધ
આ વર્ષે બંને દેશોએ રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી હતી. જ્યારે ભારત ઈજિપ્ત સાથે પોતાના રાજનીતિક અને સૈન્ય સંબંધ સતત વધારી રહ્યું છે. આ વાતોને ધ્યાનમાં રાખતા ભારત તરફથી 2023ના ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 

ઈજિપ્તનું મહત્વ
ઈજિપ્ત અરબ જગતનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. આ સાથે જ ઈજિપ્ત આફ્રિકામાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવામાં રાષ્ટ્રપતિ અલ સિસી માટે રેડ  કાર્પેટ બિછાવવાથી એ સંકેત મળે છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત-ઈજિપ્ત વચ્ચેના સંબંધો પર ખાસ ભાર આપવામાં આવશે. આગામી વર્ષે થનારા જી-20 શિખર સંમેલન માટે જે દેશોને આમંત્રણ મોકલાયું છે તેમાં આ ઉત્તર આફ્રિકન દેશ પણ સામેલ છે. 

Conveyed the warm greetings of PM @narendramodi and handed over a personal message. pic.twitter.com/JdqS2BBbxX

— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2022

થોડા સમય પહેલા ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાની ઈજિપ્ત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશો પણ સોંપ્યો હતો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

આવું બીજીવાર બન્યું છે કે જ્યારે મોદી સરકાર તરફથી ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈ આફ્રિકન દેશના નેતાને આમંત્રણ અપાયું છે. નોંધનીય છે કે ભારત આફ્રિકાની સાથે સંબંધ વધારવા માટે ઈચ્છુક રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news