Tunisha Sharma Case: આ અભિનેત્રીના પિતાએ કહ્યું 'તુનિષાને પણ મારી દીકરીની જેમ મારી નાંખી'

Tunisha Sharma: દિવંગત ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના પિતા શંકર બેનર્જીએ જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર તુનીષા શર્મા વિશે જાણીને તેઓ ખૂબ જ દુઃખી છે. તેણે એમ પણ કહ્યું કે પોતે પિતા હોવાને કારણે તે તુનિષાની માતા વનિતા શર્માની પીડાને સમજી શકે છે.

Tunisha Sharma Case: આ અભિનેત્રીના પિતાએ કહ્યું 'તુનિષાને પણ મારી દીકરીની જેમ મારી નાંખી'

Tunisha Sharma Case: જાણીતી ટીવી સિરિયલની અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી આજે આપણી વચ્ચે નથી. તેના મૃત્યુને લઈને પણ અનેક અટકળો સામે આવી હતી અને જુદા-જુદા સવાલો ઉભા થયા હતા. ત્યારે વધુ એક અભિનેત્રી તુનિષાની મોતને કારણે હાલ બોલીવુડમાં સ્થિતિ ખરાબ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ સાથે જ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના પિતાએ ચોંકાવનારો દાવો કર્યો છે. પ્રત્યુષાના પિતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુંકે, તુનિષાની પણ મારી દીકરીની જેમ હત્યા કરી દેવાઈ છે. તુનિષાએ આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે. અભિનેતા સુશાંત સિંહ સાથે પણ આવું જ થયું હતું.

જાણીતી ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના પિતા શંકર બેનર્જીએ જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર તુનીષા શર્મા વિશે જાણીને તેઓ ખૂબ જ દુઃખી છે. તેણે એમ પણ કહ્યું કે પોતે પિતા હોવાને કારણે તે તુનિષાની માતા વનિતા શર્માની પીડાને સમજી શકે છે. પ્રત્યુષાએ પણ 2016માં 24 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. 20 વર્ષની તુનીષા 24 ડિસેમ્બરે તેના ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસમાં તેના કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

પ્રત્યુષા બેનર્જીના પિતાએ તુનીષાના મૃત્યુને હત્યા ગણાવી હતી અને કહ્યું હતું કે, ‘સાચું કહું તો હું તુનીષાના મૃત્યુને જેટલું સમજી શકું છું, તે મને હત્યા જેવું લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ હત્યાઓને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આવું જ કંઈક સુશાંત સિંહ રાજપૂત સાથે થયું. જ્યારે હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અમે બંને રડી રહ્યા હતા કે ફરી એક માતાએ તેની 20 વર્ષની માસૂમ પુત્રીને ગુમાવી છે. આપણે તેની પીડાને અનુભવી શકીએ છીએ.

પિતા હોવાને કારણે તુનિષાની માતાની હાલત સમજી શકું છું-
તુનિષાની ખોટ વિશે વાત કરતા પ્રત્યુષા બેનર્જીના પિતાએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું, ‘જ્યારે મેં તુનિષા વિશેના સમાચાર વાંચ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. અચાનક મારા જૂના ઘા તાજા થઈ ગયા. પિતા હોવાને કારણે હું અત્યારે તુનિષાની માતાની હાલત સમજી શકું છું. આ પહેલા અભિનેત્રી નેહા મહેતાએ કહ્યું હતું કે તુનીષાના મૃત્યુથી તેને પ્રત્યુષાની યાદ આવી ગઈ.

તાજેતરમાં વાલીવ પોલીસે ખુલાસો કર્યો હતો કે તુનિષા અને શીઝાન ખાન વચ્ચે તેણીના મૃત્યુ પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ઉગ્ર બોલાચાલીના સમયના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. અગાઉ તુનિષાની માતાએ વાલિવ પોલીસને વિનંતી કરી હતી કે તેઓ તપાસ કરે કે શું તેની દીકરીની હત્યા થઈ શકતી હતી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news