નદીઓ ગાંડીતૂર બની, ઉત્તરાખંડમાં ભારે તબાહી પછી હવે નવો પડકાર, ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આવી શકે છે ભયાનક પૂર
ઉત્તરાખંડના તમામ વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓ તોફાને ચઢી હતી. વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં અનેક ભૂસ્ખલનની ઘટનાઓ બની. ભારે વરસાદના કારણે દહેરાદૂનમાં રાનીપોખરી-ઋષિકેશ હાઈવે પર એક પુલ પૂરના પાણીમાં વહી ગયો હતો.
Trending Photos
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદના કારણે ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં અસર જોવા મળી છે. કુમાઉના પહાડોમાં તબાહી મચાવ્યા પછી અહીંયા સ્થિતિ સામાન્ય થવા લાગી છે. જોકે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ચિંતા વધી ગઈ છે. નદીઓ તોફાને ચઢી હતી. સતત જળ સ્તરની સાથે પ્રશાસનની ચિંતા પણ વધતી જઈ રહી છે. ગયા અઠવાડિયે ઉત્તરાખંડમાં થઈ રહેલા ભારે વરસાદ પછી રાજ્યની ચાર નદીઓની મુખ્ય નદીઓમાં પોતાનો રસ્તો બદલી નાંખ્યો છે.
નદીઓએ પોતાનું વહેણ બદલ્યું:
નદી ચેનલ અને આ પરિવર્તનના પ્રભાવ પર હવે IIT-રુરકીની મદદ લઈ રહ્યો છે. 17 ઓક્ટોબરથી વિનાશકારી વરસાદ વન વિભાગે જોયું કે કુમાઉં-કોસી, ગૌલા, નંધૌર અને ડબકામાં ગાંડીતૂર નદીઓએ પોતાનો રસ્તો બદલી નાંખ્યો છે. કેટલાંક વિસ્તારમાં તે લોકોની વસ્તીઓ તરફ વહેવા લાગી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પરિવર્તને વન વિભાગના ખનન અને પેટ્રોલિંગ જેવા કાર્યો પર પ્રતિકૂળ અસર કરે છે.
ઉત્તરાખંડમાં સેટલમેન્ટ ખોટું:
પર્યાવરણવિદોનું માનવું છે કે નદી કિનારે અતિક્રમણે આ સમસ્યાને વધારી દીધી છે. પર્યાવરણવિદ ડૉ. કાશિફ ઈમદાદે કહ્યું કે સમસ્યાઓ નદી નથી. નદીઓનો રસ્તો બદલવો સામાન્ય છે. ઉત્તરાખંડમાં સેટલમેન્ટ ખોટું બન્યું છે. 2013માં સરકારે એક ઈકો સેન્સિટિવ ઝોન કન્સેપ્ટની સાથે આવી હતી. તે અંતર્ગત ઉત્તરાખંડમાં નદીઓની બંને બાજુ 50-50 મીટરના અંતરે કોઈ ડેવલપમેન્ટ થવાનું હતું નહીં. લોકોના વિરોધ પછી તેને પાછું લેવામાં આવ્યું હતું.
યોગ્ય રીતે કામ કરવાની જરૂર:
પ્રોફેસર વેંકટેશ દત્તાએ જણાવ્યું કે તે માનવ નિર્મિત સંકટ છે. દુષ્કાળ અને પૂર એક ચક્ર છે. નદીઓને બાંધી દેવામાં આવે તો તેને રસ્તો નહીં મળે અને તે બીજે ક્યાંક પોતાનો રસ્તો કરી લેશે. ફ્લડ પ્લેનિંગ ઝોનિંગ એક્ટ નહીં બનાવો ત્યાં સુધી આવું જ રહેશે. એટલે છેલ્લાં 100 વર્ષમાં જ્યાં સુધી પૂર આવ્યું છે તેને ઝોનમાં વહેંચવા. ઝોન-1માં ખેતી, ઝોન-2માં મેદાન. આ પ્રમાણે ઝોનમાં વહેંચવા. નદીઓને રસ્તો મળી રહ્યો નથી. દક્ષિણમાં વેટલેન્ડ અને તળાવો ખતમ થઈ રહ્યા છે. આ તળાવ અને વેટલેન્ડ નદીઓને સમાવી લેતા હતા, હવે તે ખતમ થઈ જતાં નદીઓનું પાણી પોતાનો રસ્તો બદલી રહ્યું છે.
રસ્તો ન મળતાં નદીઓ બનાવે છે પોતાનો રસ્તો:
પર્યાવરણવિદ હિમાંશુ ઠક્કરે કહ્યું કે નદીઓને પોતાનો રસ્તો બદલ્યો નથી કે નવી ચેનલ બનાવી નથી. તે તો પોતાની જગ્યાએ જ વહી રહી છે. નદીના કિનારા પર માણસોએ કબજો કરી લીધો છે. આ મહિના ઉત્તરાખંડમાં તમામ વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓ તોફાને ચઢી. વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની. ભારે વરસાદના કારણે દહેરાદૂનમાં રાનીપોખરી-ઋષિકેશ હાઈવે પર એક પુલ પૂરના પાણીમાં વહી ગયો હતો.જેનાથી નદીઓનું વહેણ પણ અટકી જાય છે. અને તે રસ્તો ન મળતાં બીજો રસ્તો બનાવી લે છે.
ડાબી બાજુ વહેનારી નદીઓ જમણી બાજુ વહેવા લાગી:
2013માં આવેલી કેદારનાથ દુર્ઘટનાએ મંદાકિની, અલકનંદા, ગંગા, કાલી અને યમુના જેવી નદીઓએ પોતાના વહેણની સાથે એક સંસ્કૃતિ અને સભ્યતાને પોતાની સાથે વહાવીને લઈ ગઈ હતી. આ નદીઓના વહેણ ક્ષેત્રમાં જ્યાં ક્યારેય સિંચાઈના પાણીથી જમીન ખેડવાનું અને પશુપાલનનું કામ થતું હતું. આજુબાજુ નાની-નાની વસાહતો હતી. ત્યાં હવે નદીઓ વહી રહી છે.
હજુ પણ નહીં સુધરીએ તો થશે મોટું નુકસાન:
વૈજ્ઞાનિકો અનેકવખત પ્રાકૃતિક સંસાધનોના ખોટી રીતે ઉપયોગને લઈને ચેતવણી જાહેર કરી ચૂક્યા છે. ગ્લોબલ વોર્મિંગનો ખતરો આવું જ કરવાથી વધી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જો પર્યાવરણને લઈને આપણે હજુ પણ સચેત નહીં બનીએ તો માનવજાતને મોટું નુકસાન થઈ શકે છે. પ્રાકૃતિક સંપત્તિઓ સાથે છેડછાડ બંધ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે