ગેમ કરી ગયા 'ગુપ્તાજી'! કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ ગયા, પિતાની તબિયત હવે સારી થઈ ગઈ?

Congress Vs BJP: અમદાવાદથી લોકસભાની ટિકિટ મળ્યા બાદ ચૂંટણી લડવાની ના પાડી કોંગ્રેસ પાર્ટી છોડનાર રોહન ગુપ્તા હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસ પાર્ટી પર સવાલો પણ ઉઠાવ્યા છે.
 

ગેમ કરી ગયા 'ગુપ્તાજી'! કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ ગયા, પિતાની તબિયત હવે સારી થઈ ગઈ?

નવી દિલ્હીઃ આખરે જેની કલ્પના કરાઈ હતી તે જ થયું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ટીવી ડિબેટનો જાણિતો ચહેરો રોહન ગુપ્તાએ કેસરિયા કરી જ દીધા. જે રોહન ગુપ્તાને કોંગ્રેસે નેશનલ ચહેરો બનાવ્યા, અમદાવાદ પૂર્વથી લોકસભાની ટિકિટ પણ આપી પરંતુ એવું તો શું થઈ ગયું કે ગુજરાતના ગુપ્તાજી દિલ્લી જઈને કેસરિયો ખેસ પહેરી આવ્યા?...જુઓ કોંગ્રેસ સાથે ગેમ કરી ગયેલા ગુપ્તાજીનો આ અહેવાલ...

આ છે એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા, પાર્ટી માટે ટીવી ડિબેટમાં પક્ષ રાખતા રોહન ગુપ્તા. ગુપ્તાજી ગુજરાતમાં જ રહે છે. કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના પણ હેડ હતા. પિતા પણ વર્ષો જૂના કોંગ્રેસી હતા પરંતુ પુત્રએ હવે કેસરી ખેસ પહેરી લીધો છે. આ જ રોહન ગુપ્તાને કોંગ્રેસ 2024માં અમદાવાદ પૂર્વથી ચેહરો પણ બનાવ્યા હતા. લોકસભાની ટિકિટ આપી હતી પરંતુ ટિકિટ આપ્યાના થોડા જ દિવસોમાં પિતાની બીમારીનું કારણ આપી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. ત્યારપછીના દિવસોમાં કોંગ્રેસને રામ રામ કહી દીધા અને હવે દિલ્લીમાં કેસરી ખેસ પહેરતાની સાથે જ રામ અને સનાતનના ગુણગાન તેવો ગાવા લાગ્યા છે.

ગુપ્તાજીને કોંગ્રેસ પાર્ટીએ તો અનેક જવાબદારીઓ આપી હતી. એટલું જ નહીં સૌ મોટી ચૂંટણીમાં ઉતરવાની તક આપી હતી પરંતુ આ તક સામે ચાલીને તેમણે જવા દીધી...તો અહીં સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપ સાથે તેમણે શું સેટિંગ કર્યું હશે? .શું ભાજપમાં તેમને કોઈ મોટી જવાબદારી મળશે? .શું ભાજપ તેમને લોકસભાની ટિકિટ આપશે? આ તો ઉદભવતા પ્રશ્નો છે. જો કે હાલ ગુપ્તાજીએ હવે એવું કહેવા લાગ્યા છે કે ભાજપ જે પણ કામ સોંપશે તે જવાબદારીપૂર્વક નિભાવીશ.

કોણ છે રોહન ગુપ્તા? 
રોહનના પિતા પીઢ કોંગ્રેસી આગેવાન હતા
પિતાને કારણે 2012માં કોંગ્રેસમાં સામેલ થયા 
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા
કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ચેરમેન રહ્યા 
કોંગ્રેસમાં અનેક નાની મોટી જવાબદારીઓ સંભાળી 

તો દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ લાજવાની જગ્યાએ ગાજવા લાગી. રોહન ગુપ્ત ભાજપમાં ગયા તો કોંગ્રેસે કીધું કે તે માસ લીડર ન હતા. માત્ર કોર્પોરેટર લીડર હતા, તેમના જવાથી પાર્ટીને કોઈ ફરક નહીં પડે. હવે આ કોંગ્રેસને કોઈ તો સમજાવો? ભાજપની તો હાલ પાંચેય આંગળીઓ ઘીમાં છે. જેટલા કોંગ્રેસી આવે તે તો વકરો એટલો નફા જેવું છે. રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા તો ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે, વિચારહીન કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શક્તું. વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીમાં તેમનું સ્વાગત છે. 

ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તા કોણ છે તે પણ તમે જાણી લો. તો રોહનના પિતા પીઢ કોંગ્રેસી આગેવાન હતા. પિતાને કારણે 2012માં કોંગ્રેસમાં સામેલ થયા હતા. રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા, કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ચેરમેન હતા. આ સિવાય કોંગ્રેસમાં અનેક નાની મોટી જવાબદારીઓ સંભાળી હતી. રોહનના ભાજપમાં આવવાથી ભાજપને કેટલો ફાયદો અને કોંગ્રેસને કેટલું નુકસાન થાય છે તે જોવું રહ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news