RSS પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમી પર કરી શસ્ત્રપૂજા, કહ્યું- ભાગલાનું દુ:ખ હજુ ગયું નથી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસના 96માં સ્થાપના દિવસ પર આજે નાગપુરમાં શસ્ત્રપૂજા કરી અને સ્વયંસેવકોને સંબોધન કર્યું.
Trending Photos
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસના 96માં સ્થાપના દિવસ પર આજે નાગપુરમાં શસ્ત્રપૂજા કરી અને સ્વયંસેવકોને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં ઈઝરાયેલી મહાવાણિજ્યદૂત કોબી શોશાની(Consulate General of Israel Kobbi Shoshani) પણ હાજર રહ્યા હતા. અત્રે જણાવવાનું કે હિન્દી તિથિ મુજબ વિજયાદશમી (Vijaydashmi) ના દિવસે જ વર્ષ 1925માં આરએસએસ (RSS) ની સ્થાપના થઈ હતી.
ભાગલાનું દુ:ખ હજુ ગયું નથી- મોહન ભાગવત
સ્વયંસેવકોને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહ્યું કે 'જે દિવસે આપણે આઝાદ થયા તે દિવસે આઝાદીના આનંદની સાથે આપણે એક અત્યંત અસહ્ય વેદના પણ આપણા મનમાં અનુભવ કરી. તે દર્દ હજુ પણ ગયું નથી. આપણા દેશના ભાગલા પડ્યા. અત્યંત દુ:ખદ ઈતિહાસ છે, પરંતુ તે ઈતિહાસના સત્યનો સામનો કરવો જોઈએ, તેને જાણવો જોઈએ.'
શત્રુતા અને અલગાવને દોહરાવવા જોઈએ નહીં- આરએસએસ પ્રમુખ
મોહન ભાગવતે (Mohan Bhagwat) વધુમાં કહ્યું, 'જે શત્રુતા અને અલગાવના કારણે વિભાજન થયું તેનું પુનરાવર્તન (Repetition) કરવાનું નથી. પુનરાવર્તન ટાળવા માટે, આપણી ખોવાયેલી અખંડિતતા અને એકાત્મતાને પાછી મેળવવા માટે તે ઈતિહાસને બધાએ જાણવો જોઈએ. ખાસ કરીને નવી પેઢીએ જાણવો જોઈએ. ખોવાયેલું પાછું આવી શકે, વિખુટા પડેલા ખોવાયેલાને પાછા ગળે લગાવી શકીએ.'
આરએસએસ પ્રમુખે કહ્યું કે 'વિશ્વને ખોવાયેલું સંતુલન અને પરસ્પર મિત્રતાની ભાવનારા આપનારા ધર્મનો પ્રભાવ જ ભારતને પ્રભાવી કરે છે. આમ ન થઈ શકે એટલે ભારતની જનતા, ઈતિહાસ, સંસ્કૃતિ આ બધાની વિરુદ્ધ અસત્ય કુત્સિત પ્રચાર કરતા, વિશ્વને તથા ભારતના લોકોને પણ ભ્રમિત કરવાનું કામ ચાલી રહ્યું છે.'
જનસંખ્યા નિયંત્રણ પર ફરી વિચાર કરવો જોઈએ
મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યા નીતિ પર એકવાર ફરીથી વિચાર કરવો જોઈએ. 50 વર્ષ આગળ સુધીનો વિચાર કરીને નીતિઓ બનાવવી જોઈએ અને તે નીતિને બધા પર સમાન રીતે લાગૂ કરવી જોઈએ. જનસંખ્યાનું અસંતુલન દેશ અને દુનિયામાં એક સમસ્યા બની રહી છે.
ગેરકાયદેસર ઘૂસણખોરી પર સંપૂર્ણ રીતે અંકુશ લગાવવો જોઈએ
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સરહદ પારથી ગેરકાયદેસર ઘૂસણખોરી પર સંપૂર્ણ રીતે અંકુશ લગાવવો જોઈએ. રાષ્ટ્રીય નાગરિક પત્રિકાનું નિર્માણ કરીને આ ઘૂસણખોરોને નાગરિકતાના અધિકારોથી વંચિત કરવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે