'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ, કોંગ્રેસ અને ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ
મોહન ભાગવતે કહ્યુ- આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની જનસંખ્યા (પ્રજનન દર) 2.1 થી નીચે આવી જાય છે તો તે સમાજ દુનિયામાંથી નષ્ટ થઈ જાય છે. તે સમાજ ત્યારે પણ નષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ સંકટ હોતું નથી. આ રીતે ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દરેક ઘરમાં ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ... આ નિવેદન આપ્યું છે RSSના વડા મોહન ભાગવતે... નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે દેશમાં ઘટતી જતી જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરી... જેમાં તેમણે કહ્યું કે જ્યારે કોઈ સમાજનો વૃદ્ધિ દર 2.1થી નીચે જાય છે તો તે સમાજ ધીમે-ધીમે નષ્ટ થઈ જાય છે... ત્યારે મોહન ભાગવતે કેમ આવું નિવેદન આપ્યું?... કોંગ્રેસ અને ઓવૈસીએ તેના પર શું કહ્યું?.. જોઈશું આ રિપોર્ટમાં...
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ એટલે RSSના પ્રમુખ મોહન ભાગવત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે નાગપુર પહોંચ્યા... જ્યાં તેમણે દેશમાં ઘટતી જતી જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરી... અને નવદંપતિઓને 2થી 3 બાળકો પેદા કરવાની સલાહ આપી દીધી...
જનસંખ્યા ઓછી થઈ રહી છે તે ચિંતાની વાત છે. જનસંખ્યાનું શાસ્ત્ર કહે છે જનસંખ્યા વૃદ્ધિ જો 2.1થી ઓછી થશે તો તે સમાજ નષ્ટ થઈ જાય છે. એવામાં જનસંખ્યા વૃદ્ધિ દર 2.1 હોવો જોઈએ. ઓછામાં ઓછા 3 બાળકો તો હોવા જ જોઈએ.
મોહન ભાગવતના આ નિવેદન પર હવે રાજકારણ પર ગરમાઈ ગયું છે... સૌથી પહેલાં AIMIMના સાંસદ અસદુદીન ઓવૈસીએ મોરચો ખોલી નાંખ્યો... તેમણે ભાગવતને સવાલ કર્યો કે શું તે વધારે બાળકો પેદા કરનારના ખાતામાં પૈસા નાંખશે?.
તો આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું... કોંગ્રેસના નેતાઓેએ કહ્યું કે દેશ ત્યારે આગળ વધશે જ્યારે ગરીબી, બરોજગારી દૂર થશે. ભાજપના નેતાએ આ મામલે વધારે કંઈ ન કહ્યું... માત્ર સમાજના સંતુલન પર ઘટતી જતી જનસંખ્યાની અસર થશે તેવો લૂલો બચાવ કર્યો.
મોહન ભાગવતની ચિંતાને આપણે માની લઈએ... પરંતુ હાલમાં ભારતની 145 કરોડની વસ્તીમાં કેટલાં ગરીબ છે, કેટલાં બેરોજગાર છે તેનો અંદાજ તેમને છે ખરો...
સૌથી ગરીબ દેશોની યાદીમાં ભારત 46માં નંબર પર આવે છે...
ભારતમાં પ્રતિ વ્યક્તિની આવક 2.28 લાખ રૂપિયા છે...
સરકારના આંકડા પ્રમાણે દેશમાં 80 કરોડ ગરીબ લોકોને રાશન મળે છે...
દેશની વસ્તીના 3.2 લોકો પાસે કોઈ કામ નથી...
ભારતમાં 2023માં 83 ટકા શિક્ષિત યુવા બેરોજગાર હતા...
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 127 દેશની યાદીમાં 105મા નંબર પર છે...
આટલી વસ્તીમાં આટલી સમસ્યા છે... તો જરા વિચાર કરો દરેક પરિવારમાં 3 બાળક હોય તો દેશમાં કેટલાં બેરોજગાર, ગરીબ હશે... એટલે પહેલાં તેમના માટે યોગ્ય વ્યવસ્થા અને સિસ્ટમ ઉભી કરવાની જરૂર છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે