Russia-Ukraine War: રોમાનિયાથી 229 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી ઈન્ડિગોની વિશેષ ફ્લાઇટ
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેના દ્વારા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 10મો દિવસ છે. યુક્રેનમાં રશિયન સેના દ્વારા ઘણા શહેરોમાં સતત બોમ્બ હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધી કુલ 11000થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ હેઠળ યુક્રેનથી 229 ભારતીય નાગરિકોને લઈને ઈન્ડિગોની ફ્લાઇટ રોમાનિયાના સુસેવાથી દિલ્હી પહોંચી છે.
એર એશિયાથી 179 લોકોની થઈ ઘરવાપસી
ઓપરેશન ગંગા હેઠળ ભારતીયોની વાપસીમાં સરકાર કોઈ કસર છોડી રહી નથી. આજે સવારે એર એશિયાના વિમાનથી 179 લોકોને દેશ પરત લાવવામાં આવ્યા છે. આ બધાને યુક્રેનના સરહદી દેશોથી લાવવામાં આવ્યા છે. આ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પહોંચ્યા હતા.
#OperationGanga | A special Indigo flight, carrying 229 Indian nationals from #Ukraine, arrives in Delhi from Suceava in Romania pic.twitter.com/mucdrnJk1R
— ANI (@ANI) March 5, 2022
શુક્રવારે પીએમ મોદીએ યોજી હતી હાઈલેવલ બેઠક
મહત્વનું છે કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર એક હાઈ લેવલ બેઠક કરી હતી. જાણકારી અનુસાર આ બેઠકમાં યુક્રેનથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી પર વિચાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારે યુક્રેનની સરહદે આવેલા દેશોમાં પોતાના વિશેષ દૂતોની નિમણૂક કરી છે જે પોતાના નાગરિકોને સુરક્ષિત વપત વાપસીમાં કામ કરશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પોલેન્ડમાં જનરલ વીકે સિંહને મોકલવામાં આવ્યા છે.
મેડિકલ એસોસિએશને પીએમને લખ્યો પત્ર
યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી છે. પત્રમાં આઈએમએ તરફથી સૂચન કરવામાં આવ્યું કે અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે નિયમોમાં ઢીલ આપી પરત આવી રહેલાં મેડિકલ વિદ્યાર્થીઓનું એડમિશન ભારતની મેડિકલ કોલેજોમાં કરાવવામાં આવે. તેમાં પ્રાથમિકતા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને આપી શકાય છે.
પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન આપી શકાયઃ મેડિકલ સંસ્થા
મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થા માને છે કે પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં પ્રવેશ આપી શકાય છે. સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે વિદ્યાર્થીઓ ભારતમાં જ તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી શકે છે. ગુરુવારે પીએમ મોદીએ વારાણસીમાં પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન ભારતની મેડિકલ કોલેજોમાં સીટો વધારવાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે