નોટીસ કેસ: રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાયલટ જુથની અરજી પર સુનાવણી ટળી

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી પી જોશી દ્વારા કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મોકલવામાં આવેલી નોટીસ પર સચિન પાયલટ જુથે રાજસ્થાન હાઇકોર્ટ શરણ લીધી છે.

નોટીસ કેસ: રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાયલટ જુથની અરજી પર સુનાવણી ટળી

નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી પી જોશી દ્વારા કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મોકલવામાં આવેલી નોટીસ પર સચિન પાયલટ જુથે રાજસ્થાન હાઇકોર્ટ શરણ લીધી છે. હાઇકોર્ટમાં પાયલટ જુથે અરજી દાખલ કરી સ્પીકર દ્વારા મોકલવામાં આવેલી નોટીસ પર સવાલ કર્યા છે. નોટીસના મામલે સુનાવણી કરતાં રાજસ્થાન હાઇકોર્ટે આજ માટે સુનાવણી ટાળી દીધી છે. હવે આ મામલે સુનાવણી શુક્રવારે થઇ શકે છે. 

નોટીસ મામલે આગામી સુનાવણી ખંડપીઠ કરશે
આ પહેલાં જ્યારે બપોરે ત્રણ વાગે સુનાવણી શરૂ થઇ તો નોટીસને રદ કરવાની માંગ કરવામાં આવી. પરંતુ આ મામલે સચિન પાયલટ જુથને કોઇપણ રાહત મળી નથી, ત્યારબાદ સચિન પાયલટ જુથના વકીલ હરીશ સાલ્વે તરફથી હાઇકોર્ટ પાસે સમય માંગ્યો છે. હાઇકોર્ટે આગળની સુનાવણી આવતીકાલ માટે ટાળી દેવામાં આવી છે. આ દરમિયાન જાણકારી એ પણ આવી રહી છે કે નોટીસના મમાલે આગામી સુનાવણી ખંડપીઠ કરશે, જેના માટે હાઇકોર્ટ એક બેંચની રચના કરશે. 

સ્પીકર તરફથી પાયલટ જુથને મોકલવામાં આવી નોટીસ
જોકે કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી વ્હિપ અને સ્પીકર તરફથી મોકલવામાં આવેલી નોટીસને લઇને પાયલટ જુથ સતત તેના કાનૂની મહત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે. સાથે આ મામલે એ જાણકારી મળી રહી છે કે નોટીસના કાનૂની પાસાઓને જાણવા માટે સચિન પાયલટ અને તેમના સાથી સતત કાનૂનના જાણકારો સાથે સંપર્કમાં છે.

તો બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસને નોટીસ મામલે ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. એ પણ જાણકારી મળી છે આ મામલે સ્પીકર સી પી જોશી દ્વારા કોંગ્રેસી નેતા અને જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી પૈરવી કરી રહ્યા છે. તો બીજી તરફ પાયલટ જુથ તરફથી હરિશ સાલ્વે કેસની પેરવી કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news