સંતાન પ્રાપ્તી માટે મહારાજે બતાવ્યો માર્ગ, વિરાટ-અનુષ્કાએ પણ લીધી હતી મુલાકાત, Video Viral
Santan Prapti Upay:શું તમે પણ સંતાન પ્રાપ્તી માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યાં છો? નથી થઈ રહ્યું ક્યાંયથી તમારી મૂંઝવણનું કોણ સમાધાન? ક્યાંયથી નથી મળી રહ્યો કોઈ માર્ગ? આ મુદ્દા પર હાલ આ બાબાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ.
Trending Photos
Video Viral On Social Media: હાલના દિવસોમાં એક દાઢીવાળા અને લાંબાવાળા મહારાજના વિચારો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિત મોટી મોટી હસ્તીઓ તેમને મળવા જતી હોય છે. હાલમાં જ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવતે પણ તેમની મુલાકાત લઈને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ બાબાનું નામ છે પ્રેમાનંદ મહારાજ. જે વૃંદાવનમાં રહે છે. તેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સંતાન વિહોણા લોકોએ સંતાન પ્રાપ્તી માટે શું કરવું તે અંગે જણાવી રહ્યાં છે બાબા. ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ આ મહારાજના દરબારમાં દર્શન કરવા આવ્યાં હતાં.
ફેસબુક હોય કે ઈસ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હાલના દિવસોમાં આ વૃંદાવનવાસી બાબા ખુબ ચર્ચામાં આવ્યાં છે. તેઓ અનેક વિષયો પર આધ્યાત્મિક અને સામાજિક જ્ઞાન પણ આપતા હોય છે. તેમના અલગ-અલગ વિચારોએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. જોકે, હાલ તેઓ ચર્ચામાં આવ્યાં છે તેનું એક કારણ છે તેમના જ પ્રવચનનો એક વીડિયો. જેમાં બાબા બતાવી રહ્યાં છે સંતાન પ્રાપ્તી માટેનો ઉપાય. દરેક પરિણીત વ્યક્તિ ઈચ્છે છે કે એક પુત્ર કે પુત્રી હોય. તેના ઘરે તેના આંગણે પણ કોઈ બાળક રમતું હોય. પરંતુ બાળક વિના દામ્પત્ય જીવન અધુરું છે એવું બિલકુલ નથી. આ વાત ખુદ બાબાએ કહી છે. ચાલો જાણીએ પ્રેમાનંદ મહારાજે નિઃસંતાન દંપતીઓને શું સલાહ આપી છે.
પ્રેમાનંદ મહારાજે નિઃસંતાનતાનો ઉપાય જણાવ્યો-
પોતાના મંતવ્યો માટે ચર્ચામાં રહેલા પ્રેમાનંદ મહારાજને જ્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે તેમને 10 વર્ષથી કોઈ સંતાન નથી. તેણે મેડિકલ સાયન્સની પણ મદદ લીધી પણ કોઈ પરિણામ ન આવ્યું. આવી સ્થિતિમાં મન ક્યારેક વિચલિત થઈ જાય છે, આ પરિસ્થિતિમાં શું કરવું તે કહો. જે બાદ સ્વામી પ્રેમાનંદ મહારાજે નમ્ર ભાવે જણાવ્યું હતું કે માનવ દેહ ભજન યોગમાં વ્યસ્ત રહેવો જોઈએ.
છોકરો હોય કે છોકરી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી-
આગળ વાત કરતાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, પારિવારિક જીવનમાં માત્ર છોકરો જ હોવો જરૂરી નથી. એમ ન વિચારો કે તેમના વિના જીવન અર્થહીન છે. છોકરો હોય કે છોકરી, લગ્ન જીવનમાં બાળક હોવું એ બધું જ છે.
જો તમે નિઃસંતાન હોવ તો શું કરવું-
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે કેટલાક લોકો સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ નથી. આવી સ્થિતિમાં દુઃખી થવાની જરૂર નથી. જો વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય છે, તો પણ તેણે સેવાની ભાવનામાં વ્યસ્ત રહેવું પડશે. તેથી તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો. જો કે આપણું મન ઘણું કહે છે, પરંતુ તેના પર નિયંત્રણ રાખો અને તમારું જીવન સેવા અને ભજન યોગમાં સમર્પિત કરો. દિવસભર કામ કરો અને સાંજે ગાયની સેવા, જરૂરિયાતમંદોની સેવા વગેરેમાં તમારી ભક્તિ કરો. આમ કરવાથી તમે આપોઆપ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરશો અને તમારા મનને શાંતિ મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે