સત્યપાલ મલિક J&K અને લાલજી ટંડન બિહારના નવા રાજ્યપાલ બન્યા

અત્યાર સુધી બિહારના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકને જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરમાં આ પહેલા એનએન વોહરા રાજ્યપાલ હતા. ત્યાં રાજ્યપાલ શાસન લાગુ છે. 
 

સત્યપાલ મલિક J&K અને લાલજી ટંડન બિહારના નવા રાજ્યપાલ બન્યા

નવી દિલ્હીઃ દેશના ત્રણ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે. તો ચાર રાજ્યોના રાજ્યપાલની બદલી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલી યાદી પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડન બિહારના નવા રાજ્યપાલ બન્યા છે, બીજીતરફ અત્યાર સુધી રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકને જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરમાં આ પહેલા એનએન વોહરા રાજ્યપાલ હતા. ત્યાં રાજ્યપાલ શાસન લાગુ છે. 

જાણો કોણ બન્યું ક્યા રાજ્યનું રાજ્યપાલ?

બિહારના રાજ્યપાલ- લાલજી ટંડન

જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ- સત્યપાલ મલિક

સિક્કિમના રાજ્યપાલ- ગંગા પ્રસાદ

હરિયાણાના રાજ્યપાલ-સત્યદેવ નારાયણ આર્ય

ઉત્તરાખંડના રાજ્યપાલ- બેબી રાની મૌર્ય

મેઘાયલના રાજ્યપાલ- તથાગત રોય

ત્રિપુરાના રાજ્યપાલ- કપ્તાન સિંહ સોલંકી

તમને જણાવી દઈએ કે ગંગા પ્રસાદ પહેલા મેઘાલયના રાજ્યપાલ હતા, જે હવે સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો તથાગત રોય પહેલા ત્રિપુરાના રાજ્યપાલ હતા, જેને હવે મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કપ્તાન સિંહ સોલંકી હરિયાણાના રાજ્યપાલ હતા. હવે તેઓ ત્રિપુરાની જવાબદારી સંભાળશે. 

 

— ANI (@ANI) August 21, 2018

— ANI (@ANI) August 21, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news