Kisan andolan: કૃષિ કાયદા પર બનેલી કમિટીએ સુપ્રીમમાં જમા કરાવ્યો રિપોર્ટ, જલદી થઈ શકે છે સુનાવણી
સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીએ એક કમિટીની રચના કરી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ જલદી આ મામલે આગળની સુનાવણી કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farm laws) અને કિસાન આંદોલન (Farmers Protest) સાથે જોડાયેલા મુદ્દા પર અભ્યાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નિમાયેલી નિષ્ણાંત કમિટીએ પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. રિપોર્ટ સીલબંધ કવરમાં જમા કરાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે જલદી કોર્ટ આ મુદ્દા પર આગળની સુનાવણી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરી હતી. કોર્ટે તે અરજીઓને પણ સાંભળી હતી, જેમાં આંદોલનના નામ પર દિલ્હીની 3 સરહદોને ખાલી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યુ હતુ કે તે સકારાત્મક વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનો ઉકેલ યોગ્ય માને છે.
12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરી હતી. કોર્ટે બધા પક્ષને કહ્યું હતું કે તે કમિટીની સામે પોતાની વાત રાખે. કમિટીનો રિપોર્ટ જોયા બાદ આ મામલે આગળની સુનાવણી કરવામાં આવશે. વાતચીત માટે માહોલ બનાવવા માટે સુપ્રીમ કોર્ટે નવા કાયદાના અમલ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ પણ વાંચોઃ Mamta Banerjee એ વિપક્ષના નેતાઓને લખ્યો પત્ર, લોકતંત્ર બચાવવા માટે BJP વિરુદ્ધ એક થવા કરી અપીલ
કોર્ટ તરફથી રચાયેલી 4 સભ્યોની કમિટીમાં એક સભ્ય ભારતીય કિસાન યુનિયનના નેતા ભૂપિંદર સિંહ માને ખુદને અલગ કરી લીધા હતા. બાકી ત્રણ સભ્ય- અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત), અનિલ ઘનવટ (શેતકરી સંગઠન) અને પ્રમોજ જોશી (ખાદ્ય નીતિ નિષ્ણાંત) એ પોતાનું કામ પૂરુ કર્યુ છે.
ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહેલા આંદોલનકારી કિસાન સંગઠનો આ કમિટીથી દૂર રહ્યા હતા. તેણે પોતાની ફરિયાદ કે સૂચન કમિટીને આપ્યા નથી. પરંતુ કમિટી તરફથી કહેવામાં આવ્યું છે કે તેણે 18 રાજ્યોના આશરે 85 કિસાન સંગઠનો સાથે વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે