Mamta Banerjee એ વિપક્ષના નેતાઓને લખ્યો પત્ર, લોકતંત્ર બચાવવા માટે BJP વિરુદ્ધ એક થવા કરી અપીલ
નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે સમાપ્ત થયા બાદ ટીએમસી નેતા મમતા બેનર્જીએ આજે ગેર-ભાજપ નેતાઓને વ્યક્તિગત રૂપથી પત્ર મોકલ્યો છે. મમતા બેનર્જીએ પત્રમાં લોકતંત્ર બચાવવા માટે તમામ વિપક્ષી દળોને ભાજપ સામે એક થવાની વાત કહી છે.
Trending Photos
કોલકત્તાઃ બંગાળમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા (West Bengal Election) પહેલા તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી (Mamta Banerjee) એ બુધવારે વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા મમતાએ લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે.
નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે સમાપ્ત થયા બાદ ટીએમસી નેતા મમતા બેનર્જીએ આજે ગેર-ભાજપ નેતાઓને વ્યક્તિગત રૂપથી પત્ર મોકલ્યો છે. મમતા બેનર્જીએ પત્રમાં લોકતંત્ર બચાવવા માટે તમામ વિપક્ષી દળોને ભાજપ સામે એક થવાની વાત કહી છે. મમતાએ 15 વિપક્ષી નેતાઓને આ પત્ર લખ્યો છે.
Mamata Banerjee writes to leaders incl Sonia Gandhi, Sharad Pawar, MK Stalin, Tejashwi Yadav, Uddhav Thackeray, Arvind Kejriwal, Naveen Patnaik stating, "I strongly believe that the time has come for a united & effective struggle against BJP's attacks on democracy & Constitution" pic.twitter.com/OLp7tDm9pU
— ANI (@ANI) March 31, 2021
મમતા બેનર્જીએ જે નેતાઓને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓના નામ મુખ્ય છે. દેશના 5 મુખ્યમંત્રીઓ સહિત ઘણા નેતાઓને પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીએ કહ્યું મારું ગોત્ર શાંડિલ્ય, ઓવૈસીએ પલટવાર કરીને કહ્યું- મારા જેવાનું શું?
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સિવાય મમતા બેનર્જીએ એનસીપી નેતા શરદ પવા, ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત રોસેન, અરવિંદ કેજરીવાલ, ઓડિશાના નવીન પટનાયક, આંધ્રના સીએમ જગમોહન રેડ્ડી, ફારૂખ અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી અને શ્રી દીપાંકર ભટ્ટાચાર્જને પણ પત્ર લખ્યો છે.
બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 30 સીટો પર 171 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય ગુરૂવારે થશે. 30 સીટોમાંથી દક્ષિણ પરગના 24ની 4, પશ્ચિમ મેદિનીપુરની 9, બાંકુડાની 8, પૂર્વ મેદિનીપુરની 9 સીટ સામેલ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે