નરોડા પાટિયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચાર દોષિતના જામીન કર્યા મંજૂર

અમદાવાદના નરોડા ગામમાં નરસંહારની આ ઘટના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બાઓમાં થયેલા અગ્નિકાંડના એક દિવસ બાદ ઘટી હતી 

નરોડા પાટિયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચાર દોષિતના જામીન કર્યા મંજૂર

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલેત ગુજરાતમાં નરોડા પાટિયા નરસંહાર કેસમાં ચાર દોષિતોના જામીન મંજૂર કર્યા છે. રાજ્યમાં 2002માં થયેલા રમખાણો દરમિયાન થયેલા આ નરસંહારમાં 97 લોકોનાં મોત થયા હતા. 

ન્યાયામૂર્તિ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે ચાર દોષિત ઉમેશભાઈ સુરાભાઈ ભરવાડ, રાજકુમાર, પદ્મેન્દ્ર સિંહ જસવંતસિંહ રાજપૂત અને હર્ષદ ઉર્ફે ગોવિંદ છારા પરમારના જામીન મંજૂર કર્યા છે. 

અમદાવાદના નરોડામાં નરસંહારની આ ઘટના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં થયેલા અગ્નિકાંડના એક દિવસ બાદ થઈ હતી. આ ઘટનામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં 28 ફેબ્રુઆરી, 2002ના રોજ એક ભીડે 97 લોકોની હત્યા કરી નાખી હતી. 

ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે 20 એપ્રિલના રોજ આ કેસમાં 29 આરોપીઓમાંથી 12ને દોષિત ઠેરવ્યા હતા અને ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત 17 અન્યને દોષમુક્ત જાહેર કર્યા હતા. નીચેલી અદાલતે તમામ 29 આરોપીઓને દોષીત ઠેરવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news