આ તારીખથી શરૂ થઇ રહી છે શાળાઓ, નવી ગાઇડલાઇન મુજબ આ નિયમોનું કરવું પડશે પાલન

ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવા એસઓપીના અનુસાર વિદ્યાર્થી પોતાના શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઇ શકે છે. પરંતુ તેની સ્વેચ્છા પર છે એટલે કે તે જવા માંગે છે.

આ તારીખથી શરૂ થઇ રહી છે શાળાઓ, નવી ગાઇડલાઇન મુજબ આ નિયમોનું કરવું પડશે પાલન

નવી દિલ્હી: ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવા એસઓપીના અનુસાર વિદ્યાર્થી પોતાના શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઇ શકે છે. પરંતુ તેની સ્વેચ્છા પર છે એટલે કે તે જવા માંગે છે, તો જ જાય. તેનાપર સ્કૂલ જવાનું કોઇ દબાણ નથી. તેના માટે માતા-પિતાની લેખિત પરવાનગીની જરૂર પડશે. 

સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાયોમેટ્રિક ઉપસ્થિતિના બદલે કોન્ટ્રાક્ટ લેસ અટેંડેંસની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત 6 ફૂટના અંતરને દર્શાવતાં ફર્શ તૈયાર કરવામાં આવી શકે છે. આ પ્રકારે સ્ટાફ રૂમ, ઓફિસ એરિયા (રિસેપ્શન એરિયા સહિત), અને અન્ય જગ્યા (મેસ, લાઇબ્રેરી, કેફેટેરિયા, વગેરે)માં પણ સોશિયલ ડિસ્ટેંસિંગને ફોલો કરવું જરૂરી રહેશે. 

સ્કૂલ અસેંબલી, સ્પોર્ટ્સ તથા અન્ય ઇવેન્ટમાં ભીડભાડ પર સખત પ્રતિબંધ હશે. સ્કૂલને કોઇપણ ઇમરજન્સી સ્થિતિમાં સંપર્ક કરવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓને રાજ્યના હેલ્પલાઇન નંબર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓને નંબર વગેરે પણ બોર્ડ પર ડિસ્પ્લે કરવું પડશે. 

એસી અને વેંટિલેશન માટે તમાર એર કંડીશનિંગ ઉપકરણોનું તાપમાન સેટિંગ 24-30 ડિગ્રી સેલ્સિયસની સીમામાં હોવું જોઇએ. આ ઉપરાંત સાપેક્ષ ભેજ (relative humidity) 40-70% ની સીમમાં હોવું જોઇએ. ક્લાસરૂમમાં તાજી હવા જરૂરી ચે. સ્કૂલના જિમનેશિયમને પણ સ્વાસ્થ્ય મંત્રાલયની પુરી ગાઇડલાઇન ફોલો કરવી પડશે. આ ઉપરાંત સીમિંગ પૂલ ખુલશે નહી. આ પહેલાંની માફક બંધ રહેશે. 

વિદ્યાર્થીઓ લોકર પહેલાંની માફક ઉપયોગ કરશે. પરંતુ તેમાં રેગુલર ડિસઇન્ફેંક્શન કરવામાં આવશે. સ્કૂલમાં ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન થશે. વિદ્યાર્થી પહેલાંની માફક એક લાઇનમાં બેસી શકશે નહી. વિદ્યાર્થીઓ વચ્ચે નોટબુક, પેન, પેન્સિલ, પાણીની બોટલ જેવી વસ્તુઓને શેર કરવાની પરવાનગી ન હોવી જોઇએ.

તેની સપ્લાઇ પુરી થવી જોઇએ
પર્સનલ પ્રોટેક્શનની વસ્તુઓ જેમ કે ફેસ કવર, માસ્ક, હેન્ડૅ સેનિટાઇઝર્સ વગેરેનું બેકઅપ સ્ટોક હોવો જરૂરી છે. આ બધી વસ્તુઓ મેનેજમેન્ટ જ ટીચર્સ અને એમ્પોઇને ઉપલબ્ધ કરાવશે. શિક્ષણ સુનિશ્વિત કરશે કે તે સ્વ્યં અને વિદ્યાર્થી શિક્ષણ માર્ગદર્શન ગતિવિધિઓના સંચાલન દરમિયાન માસ્ક પહેરે છે.  

COVID ની તપાસ માટે થર્મલ ગન, આલ્કોહોલ વાઇપ્સ અથવા !% સોડિયમ હાઇપોક્લોરાઇટના ઘોળ અને ડિસ્પોજેબલ પેપર ટોવેલ, સાબુ, આઇઇસી સામગ્રીની પર્યાપ્ત આપૂર્તિ પ્રદાન કરે. કોઇપણ રોગગ્રસ્ત વ્યક્તિના ઓક્સિજન સ્તરની તપાસ માટે પલ્સ ઓક્સીમીટરની વ્યવસ્થા કરવી જોઇએ. સ્કૂલ વહિવટી તંત્ર પર્યાપ્ત કવર કરેલા ડસ્ટબિન અને કચરાના ડબ્બાની ઉપલબ્ધતા સુનિશ્વિત કરે. 

વિદ્યાલય પરિસરની અંદર રૂમ અથવા ખુલ્લી જગ્યામાં એક્ટિવિટી કરાવવામાં આવે. આ ઉપરાંત સ્કૂલમાં ખુરશીઓ, ડેસ્ક વગેરે વચ્ચે 6 ફૂટની બીજી સુનિશ્વિત કરવા માટે બેસવાની વ્યવ્સ્થા કરવામાં આવે. સ્કૂલમાં સેનિટાઇઝજેશન માટે ટાઇમ સ્લોટ બનાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news