Rain Alert: 3 દિવસના બ્રેક બાદ આજથી શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, આ શહેરો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર

Rain Alert: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.  હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

Rain Alert: 3 દિવસના બ્રેક બાદ આજથી શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, આ શહેરો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર

Rain Alert: ગત સપ્તાહમાં દેશભરમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. જેમાં ઉત્તરાખંડમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેહરાદુન, તીહરી અને પોળીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં લોકોને સતર્ક રહેવાનું જણાવવામાં આવ્યું છે અહીં લેન્ડ સ્લાઇડ થઈ શકે છે.

આ પણ વાંચો:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ બિહારમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારમાં બુધવારે વીજળી પડવાથી 15 લોકોના મોત થયા હતા. આગામી પાંચ દિવસ પણ વરસાદની સાથે વીજળી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ માટે પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. ઇન્દોર, જબલપુર અને ભોપાલમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે કેરળના છ જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ લોકોને સમુદ્રની નજીક ન જવા માટે પણ કહેવાયું છે. આજે દિલ્હી એનસીઆરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પણ મધ્યમ સ્તરનો વરસાદ નોંધાઈ શકે છે. 

હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ લદાખ, રાજસ્થાન, આંધ્રપ્રદેશમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના બીજા રાઉન્ડમાં કર્ણાટક અને કોંકણ તેમજ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news