Seema Haider Case: કામ ધંધો નથી, ખાવા-પીવાની સમસ્યા છે, સીમાની ચર્ચા વચ્ચે સચિનનો પરિવાર મુશ્કેલીમાં

Seema Haider Story: સીમા હૈદરની સુરક્ષા એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. સચિન મીણાના નવા ઘરની બહાર મીડિયાનો જમાવડો છે. પરિવારે કહ્યું કે, તે જરૂરીયાતનો સામાન લેવા માટે પણ બહાર જઈ શકતો નથી. 
 

Seema Haider Case: કામ ધંધો નથી, ખાવા-પીવાની સમસ્યા છે, સીમાની ચર્ચા વચ્ચે સચિનનો પરિવાર મુશ્કેલીમાં

નવી દિલ્હીઃ Seema Haider Sachin Meena Story: સીમા હૈદર પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવી છે અને ભારતીય યુવક સચિન મીના સાથે ગ્રેટર નોઈડામાં રહે છે, તેના કારણે પરિવારને કામ, ધંધો અને ભોજનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સીમા હૈદર, સચિન મીના અને તેમનો પરિવાર હાલમાં ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બીજા મકાનમાં રહે છે. સચિનના પિતાએ આ સમસ્યા અંગે પોલીસને પત્ર લખ્યો છે. એક અહેવાલ અનુસાર, સચિન મીનાના પિતા નેત્રપાલે સ્ટેશન ઈન્ચાર્જને એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પરિવાર ખાવા-પીવાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યો છે.

સ્ટેશન ઈન્ચાર્જને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સચિન અને તેના પિતા હવે રબુપુરા પોલીસને જાણ કર્યા બાદ કામની શોધમાં બહાર જઈ શકે છે. આ દંપતી હવે રાબુપુરામાં રહે છે અને આખું ગામ તેમની સાથે છે.

કિસાન નેતાએ સચિનના પિતાને આપી હતી પત્ર લખવાની સલાહ
રિપોર્ટ પ્રમાણે કિસાન નેતા માસ્ટર સ્વરાજે સચિનના પિતાને સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખવાનું કહ્યું હતું. ભારતીય કિસાન યુનિયન લોક શક્તિના રાષ્ટ્રીય અધ્યક્ષ માસ્ટર સ્વરાજે શનિવાર (29 જુલાઈ) એ સીમા અને સચિન સાથે તેના ગ્રેટર નોઇડા સ્થિત રબૂપુરાવાળા નવા ઘરમાં મુલાકાત કરી હતી.

ખેડૂત નેતા માસ્ટર સ્વરાજે  કહી આ વાત
ખેડૂત નેતાએ કહ્યું કે, હું સચિન મીના અને સીમા હૈદરને મળવા આવ્યા હતા. તેઓ નવી જગ્યાએ શિફ્ટ થયા છે પરંતુ તેઓ તેમના ઘરમાં અટવાયા હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના ઘરની બહાર મીડિયા કર્મીઓની લાંબી કતારને કારણે તેમને બહાર જવા અને રોજીંદી જરૂરી વસ્તુઓ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દંપતીએ મને કહ્યું કે અમે સતત પોલીસના રડાર પર છીએ. ખેડૂત આગેવાને પરિવારને સલાહ આપી કે તેઓ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પત્ર લખે, જેથી મામલો ઉઠાવી શકાય. 

સુરક્ષા એજન્સીઓ બંનેની પૂછપરછ કરી
પાકિસ્તાનની 30 વર્ષની સીમા હૈદર કોરોનાના સમયગાળા દરમિયાન ઓનલાઈન ગેમ પબજી દ્વારા ગ્રેટર નોઈડામાં રહેતા 22 વર્ષીય સચિન મીનાના સંપર્કમાં આવી હતી. સચિન સાથે લગ્ન કરવા તે સરહદે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. સીમા હૈદર 4 જુલાઈના રોજ પોલીસના હાથે ઝડપાઈ ત્યારથી સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછનો સામનો કરી રહી છે. તેના પર પાકિસ્તાની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news