VIDEO : આંખો ખોલી તો ઘરમાં હતું પાણી જ પાણી, ભર શિયાળામાં મુંબઈનો આ વિસ્તાર બેટમાં ફેરવાયો
ચોમાસામાં તો ઘરોમાં પાણી આવે એ મુંબઈ માટે નવાઈની વાત નથી પણ મુંબઇ શહેરનો એક વિસ્તાર ભર શિયાળામાં પાણી પાણી થયો છે. અસલ્ફા વિસ્તારમાં કોઇ કારણોસર 72 ઇંચની પાઇપ લાઇન અચાનક તૂટી જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ ઘટના એ સમયે ઘટી જ્યારે લોકો પોતાના ઘરમાં આરામથી સૂઇ રહ્યા હતા.
Trending Photos
ચોમાસામાં તો ઘરોમાં પાણી આવે એ મુંબઈ માટે નવાઈની વાત નથી પણ મુંબઇ શહેરનો એક વિસ્તાર ભર શિયાળામાં પાણી પાણી થયો છે. અસલ્ફા વિસ્તારમાં કોઇ કારણોસર 72 ઇંચની પાઇપ લાઇન અચાનક તૂટી જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ ઘટના એ સમયે ઘટી જ્યારે લોકો પોતાના ઘરમાં આરામથી સૂઇ રહ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરમાં હતો કે, લોકોના ઘરમાં, આસપાસની દુકાનમાં અને ગલીઓમાં પાણી ભરાવા લાગ્યા છે.
લોકો સૂતા હતા અને ઘરમાં પાણી ઘૂસ્યા
72 ઇંચની પાઇપ લાઇનમાં મોડી રાત્રે ભંગાણ
મુંબઇમાં અલસ્ફા વિસ્તારની ઘટના
ઘરમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા
પાણીની પાઇપ લાઇન તૂટી જતા પ્રેશરના કારણે અંદાજિત 10 ફૂટ સુધી પાણીના ફુવારા ઉછળ્યા હતા. રાત્રે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા પછી જાણ થઇ કે, અલસ્ફા વિસ્તારમાં પાણીની પાઇપલાઇટ તૂટી છે ત્યારબાદ લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા.
જુઓ વીડિયો
સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ બીએમસી ઓફિસમાં કરી હતી. આ અંગે જાણકારી મળતા સૌથી પહેલા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી પરંતુ પાણીના પ્રવાહને કારણે ફાયરની ટીમ તાત્કાલિક કશું કરી શકી નહોતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ પાઇપલાઇન ખૂબ જૂની છે. જેની અનેક રજૂઆતો કરી હોવા છતા પાઇપલાઇન બદલવામાં આવી નહોતી. જેના કારણે આ સમસ્યા સર્જાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે