Shirdi Sai Temple: સાંઈભક્તો માટે આંચકાજનક સમાચાર, આ તારીખથી શિરડીનું સાંઈબાબાનું મંદિર રહેશે બંધ, જાણો કારણ
Shirdi Sai Temple: દેશ દુનિયાના કરોડો લોકોને સાંઈબાબામાં શ્રદ્ધા છે. સાંઈનું સૌથી પ્રસિદ્ધ મંદિર શિરડીવાળું મનાય છે. શિરડીના સાંઈ મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબ દાન પણ કરે છે. આ મંદિરમાં આવતું દાન ચર્ચાનો વિષય બને છે.
Trending Photos
Shirdi Sai Temple Update: મહારાષ્ટ્રમાં શિરડીના સાઈબાબાના મંદિરમાં CISF ની તૈનાતીનો વિરોધ થઈ રહ્યો છે. શિરડીના ગ્રામીણ CISF ની તૈનાતીનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવું એલાન કરાયું છે કે પહેલી મેથી શિરડીના સાંઈબાબાનું મંદિર બંધ રહેશે. શિરડીમાં 1 મેથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. અત્રે જણાવવાનું કે દેશ દુનિયાના કરોડો લોકોને સાંઈબાબામાં શ્રદ્ધા છે. સાંઈનું સૌથી પ્રસિદ્ધ મંદિર શિરડીવાળું મનાય છે. શિરડીના સાંઈ મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબ દાન પણ કરે છે. આ મંદિરમાં આવતું દાન ચર્ચાનો વિષય બને છે. આવામાં પહેલી મેથી શિરડીના સાંઈ મંદિરને બંધ કરવાની જાહેરાત શ્રદ્ધાળુઓને હેરાન કરનારી છે.
1 મેથી બંધ કરવાનું આહ્વાન
પરંતુ હવે મહારાષ્ટ્રના પ્રમુખ ધાર્મિક સ્થળ શિરડીના સાંઈ મંદિરમાં બંધનું આહ્વાન કરાયું છે. સાંઈબાબા મંદિરની સિક્યુરિટી માટે CISF ની તૈનાતીના સરકારના નિર્ણય વિરુદધ અનિશ્ચિતકાળ માટે બંધનું આહ્વાન કરાયું છે. શિરડીના સાંઈ મંદિરના પ્રશાસનને CISF ની તૈનાતી સામે વિરોધ છે.
નોંધનીય છે કે અહમદનગરના શિરડીમાં બનેલું સાંઈબાબાનું મંદિર ભારત બહાર પણ એટલું જ પ્રસિદ્ધ છે. દેશ વિદેશથી લોકો અહીં સાઈબાબાના દર્શન માટે આવે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડીના સાંઈ મંદિરમાં પહોંચે છે. શિરડીનું સાંઈ મંદિર અહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે.
CISF ના ખેભે છે સુરક્ષાની જવાબદારી
અત્રે જણાવવાનું કે અહીં CISF તમામ ઔદ્યોગિત પ્રતિષ્ઠાનો, મેટ્રો સ્ટેશન, અને એરપોર્ટની સુરક્ષા કરે છે. પરંતુ શિરડીમાં રહેતા લોકો મંદિરમાં CISF ની તૈનાતીથી ખુશ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે