રાધનપુર બેઠક પેટા ચૂંટણીઃ અલ્પેશ ઠાકોરે સોગઠાં ગોઠવવાનું શરૂ કર્યું

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા પછી હવે અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માગે છે 
 

રાધનપુર બેઠક પેટા ચૂંટણીઃ અલ્પેશ ઠાકોરે સોગઠાં ગોઠવવાનું શરૂ કર્યું

રાધનપુરઃ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જાડાયા છે અને હવે રાધનપુર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માગે છે. આ સંદર્ભે ભાજપ દ્વારા હજુ સુધી કોઈ આધિકારીક જાહેરાત કરાઈ નથી, પરંતુ અલ્પેશ ઠાકોરે પોતાના સોગઠાં ગોઠવવાનું શરૂ કરી દીધું છે. 

શનિવારે રાધનપુરના દેવ ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં અલ્પેશ ઠાકોરે પાટણ જિલ્લાના ઠાકોર સેનાના ગ્રામ સમિતિના પ્રમુખ તેમજ ઉપપ્રમુખો સાથેની મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં સાંતલપુર, વારાહી તેમજ રાધનપુર તાલુકાના 90થી વધુ ગામના ઠાકોર સેનાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ હાજર રહ્યા હતા.

આ મિટિંગ અંગે અલ્પેશ ઠાકોરે એમ જણાવ્યું કે, ગામના પડતર પ્રશ્નોના  નિકાલ મુદ્દે આ બેઠકનું આયોજન કરાયું હતું. મિટિંગને વિધાનસભા પેટા ચૂંટણી સાથે કોઈ જ લેવાદેવા નથી. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા અંગેનો તમામ નિર્ણય પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ કરશે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news