અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટના
Trending Photos
ઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે. ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે (14-15 સપ્ટેમ્બરની રાતનો મામલો) શુક્રવારે પોલીસ અટકાયતમાં ભારતીય સેનાના એક અધિકારીની મંગેતરના યૌન ઉત્પીડનના મામલાની કોર્ટની નિગરાણીમાં એસઆઈટી તપાસ અને ન્યાયિક તપાસની માંગણી કરી. ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા નવીન પટનાયકે ઘટનાની નિંદા કરી અને તેને ખુબ ચોંકાવનારી ગણાવી.
તેમણે કહ્યું કે ભુવનેશ્વરના એક પોલીસ સ્ટેશનમાં એક આર્મી મેજર અને તેમની મંગેતર સાથે જે પણ થયું તેના વિશે બધાએ સાંભળ્યું છે. તે બંને સાથે થયેલી હિંસા અને મેજરની મંગેતર પર યૌન ઉત્પીડનની આ ખુબ જ ચોંકાવનારી ખબર છે. અમે આ મામલે સંપૂર્ણ ન્યાયિક તપાસની માંગણી કરીએ છીએ અને તેના પર જલદી કાર્યવાહી થવી જોઈએ.
બીજેડી પ્રમુખે કહ્યું કે, તેમની પાર્ટી આ ધૃણિત કૃત્યની ટીકા કરે છે અને આશા કરે છે કે ભાજપ સરકાર તેમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. નવીન પટનાયકે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે ભરતપુર પોલીસ સ્ટેશનમાં જે રીતે એક આર્મી મેજર અને એક મહિલા સાથે વ્યવહાર કરવામાં આવ્યો તે ચોંકાવનારો અને સમજથી બહાર છે. જે પ્રકારે પોલીસે તેમની સાથે વ્યવહાર કર્યો તેણે સમગ્ર દેશનાં અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. આ ઓડિશામાં એક કાર્યરત આર્મી ઓફિસર અને એક મહિલા સાથે થયું છે.
The way an Army Major and a lady were treated in Bharatpur Police Station is shocking and beyond comprehension. The manner in which police have allegedly treated them has shaken the conscience of the country. This has happened to a serving Army Officer and a lady within #Odisha.…
— Naveen Patnaik (@Naveen_Odisha) September 20, 2024
પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ
ઓડિશા પોલીસે બુધવારે ભુવનેશ્વરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં એક સેના અધિકારી સાથે મારપીટ અને તેમની મંગેતર સાથે છેડછાડ મામલે પાંચ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. ડીજીપી વાયબી ખુરાનિયા દ્વારા બહાર પડેલા આદેશ મુજબ પાંચ પોલીસકર્મીઓને આ જઘન્ય અપરાધના આરોપમાં સસ્પેન્ડ કરી દેવાયા.
વિરોધ પ્રદર્શન
સેના અધિકારીની મંગેતરના યૌન ઉત્પીડનમાં સામેલ આરોપી પોલીસકર્મીની ધરપકડની માંગણીને લઈને મહિલા કાર્યકરોના એક સમૂહે શુક્રવારે પોલીસ ભવન સામે ધરણા ધર્યા. પટનાયકે કહ્યું કે અમારી સરકાર દરમિયાન અમારી પાસે MoSarkar ની વ્યવસ્થા હતી, જેમાં મુખ્યમંત્રી, મંત્રી, અને વરિષ્ઠ અધિકારી નાગરિકોને પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલો સહિત સરકારી કાર્યાલયોમાં તેમની મુલાકાત વિશે ફીડબેક લેવા બોલાવતા હતા, કે શું તેમની સાથે સન્માન અને પ્રોફેશનલ આચરણ સાથે વ્યવહાર કરાયો હતો?
પટનાયકે દાવો કર્યો કે આ ભાજપ સરકારે MoSarkar ની જનહિતકારી પહેલને તરત રોકી દીધી જેના પરિણામ સામે છે. તેમણે કહ્યું કે આ ઘટના રાજ્યમાં ભાજપ સરકારની અક્ષમતા દર્શાવે છે. રાજ્યપાલ રઘુબર દાસના પુત્ર દ્વારા એક ઓડિયા અધિકારી પર હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જે દિવસે ભાજપ સરકારે રાજ્યપાલના પુત્ર વિરુદધ હુમલાના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરવાની ના પાડી દીધી તે દિવસથી અન્ય લોકોનો જુસ્સો વધી ગયો છે.
શું છે મામલો? અધિકારીની મંગેતરનું ચોંકાવનારું નિવેદન
ભુવનેશ્વરમાં એક રેસ્ટોરા ચલાવતી મહિલાએ ગુરુવારે એમ્સ ભુવનેશ્વરથી રજા મળ્યા બાદ તરત જ આ ઘટના વિશે જણાવ્યું. હોસ્પિટલમાં તેમના જડબાના ડિસ્લોકેશન સહિત અનેક ઈજાઓની સારવાર ચાલુ હતી. પોલીસ દવારા તેમના પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી મહિલાને બુધવારે ઓડિશા હાઈકોર્ટના આદેશ પર જામીન પર છોડવામાં આવી હતી. હાઈકોર્ટ 26 સપ્ટેમ્બરે તેમના અને સેનાના અધિકારી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની અરજી પર સુનાવણી કરશે.
છૂટ્યા બાદ સેનાના અધિકારીએ બુધવારે ભરતપુર પોલીસ સ્ટેશનમાં કર્મીઓ વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી. ભુવનેશ્વરમાં એક રેસ્ટોરા ચલાવતી વકીલ મહિલાએ કહ્યું કે રવિવારે અડધી રાતે મારી રેસ્ટોરા બંધ ક ર્યા બાદ તે અને તેના મંગેતરને કેટલાક લોકોના સમૂહે ઘેરી લીધા અને તેમની મારપીટ શરૂ કરી દીધી. હવે મામલો અહીંથી શરૂ થાય છે જ્યારે આ ઘટનાની ફરિયાદ કરવા બંને પોલીસ સ્ટેશન જાય છે.
મહિલાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
1. મહિલાએ કહ્યું કે જેમ તેમ કરીને અમે ત્યાંથી ભાગી નીકળ્યા અને મામલો નોંધાવવા માટે ભરતપુર પોલીસસ્ટેશન ગયા. રિસેપ્શન પર બેઠેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સિવાય ત્યાં કોઈ નહતું. અમે તેમને ફરિયાદ નોંધવાની અપીલ કરી. કારણ કે ગાડીમાં અનેક યુવકો હતા અને તેઓ ગમે ત્યારે અમારો પીછો કરી શકે તેમ હતા. આથી પોલીસ પેટ્રોલિંગ અમારા માટે મદદગાર હોત. જો કે મારી ફરિયાદ નોંધવાની જગ્યાએ તેમણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો.
2. તેમણે આરોપ લગાવ્યો કે મને ખબર નથી કે શું થયું, તેમણે મને લોકઅપમાં નાખી દીધી. જ્યારે મે અવાજ ઉઠાવ્યો કે સેનાના કોઈ અધિકારીને અટકાયતમાં રાખી શકો નહીં કારણ કે તે ગેરકાયદેસર છે તો બે મહિલા અધિકારીઓએ મારી મારપીટ શરૂ કરી દીધી.
3. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે તેમણે પોતાને વકીલ જણાવી તો મહિલા કોન્સ્ટેબલ નારાજ થઈ ગઈ અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.
4. તેમણે કહ્યું કે આ બધા વચ્ચે મહિલા પોલીસકર્મી સહિત અનેક પોલીસકર્મીઓ સાથે એક પોલીસ પેટ્રોલિંગ વાહન પોલીસ સ્ટેશન પહોંચ્યું. પછી બે મહિલા અધિકારીઓએ મારા વાળ ખેંચવાના શરૂ કર્યા અને મને મારવાનું શરૂ કર્યું. જ્યારે મે તેમને રોકવાનું કહ્યું તો તેમણે મને પોલીસ સ્ટેશનના કોરિડોરમાં ઢસડી. જ્યારે તેમાંથી એક મારું ગળું દબાવી રહી હતી ત્યારે મે તેને બચકું ભરી લીધુ. તેમણે મારું જેકેટ ઉતારી નાખ્યું અને તેનાથી મારા હાથ બાંધી દીધા અને તેમણે મારા બંને પગોને દુપટ્ટાથી બાંધી દીધા અને મને એક રૂમમાં ફેંકી દીધી.
5. પીડિતાએ જણાવ્યું કે ત્યારબાદ એક પુરુષ અધિકારી આવ્યો અને મારી બ્રા ઉતાર્યા બાદ સતત મારી છાતી પર લાત મારતો રહ્યો. ત્યારબાદ પોલીસ સ્ટેશનનો ઈન્સ્પેક્ટર આવ્યો અને પોતાના પેન્ટની ચેન ખોલી અને પોતાનું ગુપ્તાંગ દેખાડ્યું અને મને કહ્યું કે શું હું તેમની સાથે શારીરિક સંબંધ બનાવવા ઈચ્છુ છું, તેણે મારી સાથે છેડછાડ પણ કરી.
આ ઘટનાને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે ડીજીપી પાસે કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે. એનસીડબલ્યુએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે ડીજીપીને એક ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં 3 દિવસી અંદર કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે. તત્કાળ અનુશાસનાત્મક કાર્યવાહીની આશા છે. આ બધા વચ્ચે ચંદકા પોલીસસ્ટેશનમાં અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે જેમણે સેનાના અધિકારી અને મહિલા સાથે કથિત રીતે દુર્વ્યવ્હાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે