allegations

ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે

Jan 4, 2022, 03:05 PM IST

મલિકના આક્ષેપનો પલટવાર: ગુજરાતના કિરીટસિંહ રાણા અને જીતુ વાઘાણીએ આપ્યો જડબાતોડ જવાબ

ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપી નેતા મલિકના આક્ષેપો સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, શપથવિધી કે અન્ય પ્રસંગે લોકોને મળવાનું થાય તેનાથી કઈ ડ્રગ્સ કેસમાં કનેકશન હોવાનું સાબિત થતું નથી.

Nov 11, 2021, 05:51 PM IST

મોરબી જિલ્લામાં પોલીસે કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કર્યાના આરોપથી ચકચાર, Dy.SP એ તપાસના આદેશ આપ્યા

જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચુંટાયેલા સભ્યને પોલીસ સ્ટેશને બોલાવીને સ્થાનિક પીએસઆઇ દ્વારા તેને ખાનગી કારમાં બેસાડીને અન્ય પક્ષને હવાલે કરી દીધેલ છે, તેવો આક્ષેપ વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ તાલુતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આજે ધારાસભ્યના નિવાસ સ્થાનેથી સિટી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજવામાં આવી હતી. ત્યાં ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. જેમાં પીએસઆઈ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેની તપાસ કરવામાં આવશે તેવી ડીવાયએસપીએ ખાતરી આપી હતી. 

Mar 14, 2021, 08:11 PM IST

Jitu Somani ના આક્ષેપ પર મોહન કુંડારીયાનો જડબાતોડ જવાબ, કહ્યું- 'તમારા આક્ષેપ તમને મુબારક'

મોરબી ભાજપ પ્રમુખ (Morbi BJP President) તેમજ ત્યાંના રહેવાસી અને રાજકોટના સાંસદ (Rajkot MP) મોહનભાઈ કુંડારીયા ઉપર જીતુભાઈ સોમાણીએ ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, મોહનભાઈ 'મારી હત્યા કે જીવલેણ અકસ્માત કરાવી શકે તેમ છે'

Mar 9, 2021, 12:10 PM IST

સુરતમાં જેલ તંત્ર સામે કેદી દ્વારા લગાવાયા ગંભીર આક્ષેપ, અંદર મોટા પાયે સેટિંગો થતા હોવાના આક્ષેપ

રાજ્યની સૌવથી હાઇ ટેક લાજપોર જેલમાંથી પૅરોલ પર છૂટીને આવેલા હત્યાના આરોપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, લાજપોર જેલમાં ગેરીતિ ચાલી રહી છે. જ્યારે જેલ પ્રશાશને આ મામલે આરોપી ખોટું બોલી રહ્યો હોવાનું જણાવ્યું છે. સુરત શહેરમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની ગત વર્ષે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો. સૂર્યા મરાઠી પર 50 થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા. જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા.

Feb 28, 2021, 05:27 PM IST

RAJKOT: પૂર્વ જિલ્લા પ્રમુખે પૈસા લઇને ટિકિટ આપવાનાં આરોપ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

* સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિનેશ ચોવટીયાનું રાજીનામું
* સિનિયરોની પાર્ટીમાં અવગણના ના કારણે તમામ હોદા પરથી આપ્યું રાજીનામુ
* જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તમામ હોદા પરથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો

Feb 13, 2021, 05:18 PM IST

દાહોદના જિલ્લા કલેક્ટરની ગુંડાગીરીનો આક્ષેપ, પોતાના કર્મચારીને સમજાવવાના બદલે માર્યો માર

જિલ્લા કલેક્ટર દ્વારા ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને આસિસ્ટન્ટને માર મરાયાના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે ગોધરા ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અને તમામ વર્ગના કર્મચારીઓ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગોધરા ખાતે આવેલ જિલ્લા જમીન રેકર્ડ કચેરીના ઇન્સ્પેક્ટર દિપક પટેલ કે જેઓ દાહોદ જિલ્લાના ચાર્જમાં હતા. તે સમય દરમ્યાન તેમના અને તેમના આસિસ્ટન્ટને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માર મરાયા ના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે છેલ્લા કેટલાક દિવસથી ગોધરા ડીઆઇએલઆર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારી મહામંડળના નેજા હેઠળ આગામી 15 સપ્ટેમ્બર સુધી મર્યાદિત સંખ્યામાં પ્રતીક ઉપવાસ પર બેઠા છે. 

Sep 4, 2020, 07:24 PM IST

ઢબુડી માતાનો મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનને: ભોગ બનનારે કરી અરજી

ઢબુડી માતાના નામે લોકોને સાથે છેતરપિંડી કરનાર ધનજી ઓડ વિરુદ્ધ ભોગ બનનાર ભીખાભાઇ માણિયા નામના ભોગ બનનારએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મહત્વનું છે, ઢબુડીમાતાના શરણે આવ્યા બાદ ધનજી ઓડે દવા બંધ કરવાનું કહેતાભીખાભાઇ બારડના 22 વર્ષીય પુત્રનું કેન્સરની બિમારીના કારણે મોત હતું.

Aug 27, 2019, 11:14 PM IST

‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...

ગુજરાતના લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાજીએ પત્રકાર પરિષદ યોજીને તેમના પર લગાવામાં આવેલા આક્ષેપ ખોટા છે તેવું કહ્યું હતું. જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે તે લોકો સાબિત કરીને બતાવે. દૈવી શક્તિમાં ન માનનારા લોકએ આક્ષેપો કર્યા કે, માતાજી પાસે કરોડો રૂપિયાનું મકાન છે તો જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હોય તે લોકો સાબિત કરીને બતાવે.

Aug 27, 2019, 06:20 PM IST
Vadodra: Corruption Allegations on Officers Handling Sewage Treatment Plant PT7M2S

વડોદરામાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જુઓ વિગત

ભાજપના જ કોર્પોરેટર વિજય પવારે ગાંજરાવાડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. કોર્પોરેટરની તપાસમાં STP પ્લાન્ટ બંધ હોવાનુ સામે આવ્યા હોવા છતા. કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે. અધિકારીઓ પર કોન્ટ્રાકટર પાસેથી હપ્તો લે છે એવા આક્ષેપ કોર્પોરેટર વિજય પવારે કર્યા છે. સ્લજમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા પણ છેલ્લા 4 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું છે. અધિકારી કે ચૂંટાયેલા હોદ્દેદાર પ્લાન્ટની મુલાકાત ન લેતાં આ સ્થિતિ સર્જાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Jul 26, 2019, 01:30 PM IST
Kheda: Allegations of Prisoner on District Jail Authorities for Torturing Prisoners PT3M23S

કેદી નંબર 302એ જિલ્લા જેલના પ્રશાસન પર કેમ લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓ વાયરલ વીડિયો

ખેડા: ખેડા જિલ્લાના નડિયાદ બીલોદરા જેલની ઘટના ચોંકાવનારી ઘટના સામે આવી છે. 302 નંબરના કેદી, મહિન તળપદાએ જિલ્લા જેલના પ્રશાસન પર ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે. કેદીએ બીલોદરા જેલમાં કેદીઓ પર થતા માનસિક અત્યાચાર વિશે નિવેદન આપ્યા હતા. નિવેદનમાં તેણે કહ્યું છે કે જેલમાં કેદીઓને પશુઓ જેવો ખોરાક આપવામાં આવે છે.બરોડા જેલમાં ટ્રાન્સફર કરતા સમયે કેદીએ કર્યા હતા આક્ષેપ.

May 14, 2019, 12:10 PM IST

Exclusive : તમામ આરોપો ખોટા, અમારો વ્યવસાય બ્લેકમની સાથે જોડાયેલો નથી - વિવેક ડોભાલ

'ધ કારવાં' નામના એક વેબ મેગેઝિને અજિત ડોભાલ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારક અજિત ડોભાલના પુત્ર વિવેક ડોભાલ કેમૈન આઈલેન્ડમાં હેજ ફંડ ચલાવે છે 

Jan 21, 2019, 06:19 PM IST

VIDEO: નિખિલ સવાણીના ગંભીર આરોપોને ફગાવીને વરુણ પટેલે કર્યા વળતા પ્રહાર

પાટીદાર નેતા નિખિલ સવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આરોપો લગાવ્યાં.

Nov 23, 2017, 02:01 PM IST