તહેવારોમાં સાચવજો! મોબાઈલ ચાર્જ કરી રહ્યો હતો યુવક, અચાનક કરંટ લાગતાં થઈ ગયું મોત

તેલંગણામાં એક યુવકને બેડમાં સૂતા સૂતા ફોન ચાર્જ થઈ શકે એ માટે પ્લગ પોઈન્ટથી તેના બેડ સુધી એક વાયર લંબાવ્યો અને તેને તેના ફોનના ચાર્જર સાથે જોડ્યો હતો. આ પછી યુવક સૂઈ ગયો. રાતે ઉંઘમાં એનો હાથ વાયરને અડી ગયો જેના કારણે તેનો જીવ જતો રહ્યો. 

તહેવારોમાં સાચવજો! મોબાઈલ ચાર્જ કરી રહ્યો હતો યુવક, અચાનક કરંટ લાગતાં થઈ ગયું મોત

તમે તો આ ભૂલો નથી કરતા ને.... તેલંગણામાં એક યુવકને બેડમાં સૂતા સૂતા ફોન ચાર્જ થઈ શકે એ માટે પ્લગ પોઈન્ટથી તેના બેડ સુધી એક વાયર લંબાવ્યો અને તેને તેના ફોનના ચાર્જર સાથે જોડ્યો હતો. આ પછી યુવક સૂઈ ગયો. રાતે ઉંઘમાં એનો હાથ વાયરને અડી ગયો જેના કારણે તેનો જીવ જતો રહ્યો છે. 

તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં મોબાઈલ ચાર્જ કરતી વખતે વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું હતું. મામલો કામરેડ્ડીના સદાશિવનગર મંડલના યાચારામનો છે. ગામનો રહેવાસી 23 વર્ષનો મલોથ અનિલ શુક્રવારે રાત્રે તેના મોબાઇલમાં ચાર્જિંગ ન હોવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

જેને ફોનને ચાર્જ કરવાના પ્રયાસમાં પ્લગ પોઈન્ટથી તેના બેડ સુધી એક વાયર લંબાવ્યો અને તેને તેના ફોનના ચાર્જર સાથે જોડ્યો. આ પછી અનિલ સૂઈ ગયો. ઉંઘમા જ તેનો હાથ વાયરને અડી જતાં તેને જીવલેણ ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો હતો. એ ફોનને સાથે રાખીને સૂતો હતો. બેટરી ન હોવાથી એને અલગથી છેડા પ્લગ પોઈન્ટથી જોડીને ચાર્જરને જોડ્યા હતા. 

એની બુમાબુમ સાંભળી ઉટી ગયેલા પરિવારના સભ્યો તેને કામરેડ્ડીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને કહ્યું કે તેઓ તેની સારવાર કરી શકશે નહીં. ત્યારપછી તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ અનિલનું મોત થઈ ગયું.

અનિલના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા, તેના પરિવારમાં તેની પત્ની અને દોઢ વર્ષની પુત્રી છે. તેમના અકાળે અવસાનથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news