'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર 'ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા મહંત નૃત્ય ગોપાલ દાસ, ચંપત રાય હશે મહામંત્રી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની પહેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વિહિપ નેતા ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ નૃપેન્દ્ર મિશ્રને નિર્માણ સમિતિના ચેરમેન અને ગોવિંદ દેવ ગિરિને ટ્રસ્ટના કોષાધ્યક્ષ નિમવામાં આવ્યા છે.

'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર 'ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા મહંત નૃત્ય ગોપાલ દાસ, ચંપત રાય હશે મહામંત્રી

દિલ્હી: 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની પહેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વિહિપ નેતા ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ નૃપેન્દ્ર મિશ્રને નિર્માણ સમિતિના ચેરમેન અને ગોવિંદ દેવ ગિરિને ટ્રસ્ટના કોષાધ્યક્ષ નિમવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે નૃપેંદ્ર મિશ્ર વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પૂર્વ મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. 

'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના અધ્યક્ષ બનાવવામાં આવતાં પહેલી પ્રતિક્રિયા આપતાં નૃત્યગોપાલ દાસે કહ્યું કે રામ મંદિરનું મોડલ એ જ રહેશે, પરંતુ તેને ઉંચું અને પહોળુ કરવા માટે ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવશે. 

— ANI (@ANI) February 19, 2020

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ટ્રસ્ટની પહેલી બેઠક સવા બે કલાક ચાલી. જેમાં મહંત ધીરેંદ્ર દાસ, સ્વામી પરમાનંદ જી મહારાજ, વાસુદેવાનંદ જી મહારાજ, કામેશ્વર ચૌપાલ, અવનીશ અવસ્થી, મહંત ગોવિંદ દેવ જી મહારાજ પ્રસન્ના સહિત ચંપત રાય, મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહ્યા. ટ્રસ્ટની બેઠકમાં અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન મિશ્ર અને જિલ્લાધિકારી અનુજ ઝા પણ સામેલ થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news