Black Coffee: બ્લેક કોફી પીતા હોવ તો સાવધાન! શરીરને પહોંચાડે છે નુકસાન, આડઅસરો વિશે ખાસ જાણો
Side Effects of Black Coffee: બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી તમારે અનેક નુકસાન પણ ભોગવવાનો વારો આવે છે. ખાસ વાંચો અહેવાલ.
Trending Photos
લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી સાથે કરતા હોય છે. કેટલાક લોકો દૂધવાળી ચા કે કોફી પીવે છે તો કેટલાક લોકો બ્લેક કોફી કે ટી પીવે છે. જેને પીતા જ સુસ્તમાં સુસ્ત શરીરમાં એનર્જી ભરાઈ જાય છે. આથી જ્યારે કામ દરમિયાન લોકો ડલ કે થાકેલા મહેસૂસ કરે છે ત્યારે ચા કે કોફી પીવે છે. જો કે હાલના યુવાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ સજાગ થઈ ગયા છે. આથી તેમનામાં બ્લેક કોફીને લઈને ક્રેઝ વધ્યો છે.
મોટાભાગના લોકો બ્લેક ટી કે કોફીને ખુબ હેલ્ધી ગણે છે. તેમને લાગે છે તેને પીવાથી ફક્ત ફાયદા જ થાય છે. હકીકતમાં બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી તમારે અનેક પ્રકારના નુકસાન પણ વેઠવા પડતા હોય છે. સ્વાસ્થ્યથી ભરપૂર ચીજો ત્યાં સુધી હેલ્ધી રહેતી હોય છે જ્યાં સુધી તમે તેનું એક લિમિટમાં સેવન કરો. તેમાં રહેલું કેફીન તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ બ્લેક કોફી પીવાથી તમારા શરીરને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે.
બ્લેક કોફી પીવાથી થતા ગેરફાયદા
એસિડિટીની સમસ્યા
જો તમે પેટની બીમારીથી પીડિત હોવ તો બ્લેક કોફીનું સેવન ઓછામાં ઓછું કરો. હકીકતમાં બ્લેક કોફી કેફીન અને એસિડથી ભરપૂર હોય છે. આ જ કારણ છે કે તેનું વધુ સેવન કરવાથી તમારા પેટમાં એસિડિટી થઈ શકે છે. જેના કારણે તમે પરેશાન થઈ શકો છો. એટલું જ નહીં તેનું વધુ સેવન કરવાથી તમારા પેટમાં ખેંચાણ પણ મહેસૂસ થઈ શકે છે.
સ્ટ્રેસ વધે છે
બ્લિકે કોફીને લિમિટેડ અમાઉન્ટમાં પીવાથી તમને ચોક્કસપણે ફાયદો થશે. પરંતુ જો વધુ પડતું સેવન કરો તો તે તમારા માટે ચિંતા અને તણાવનું કારણ બને છે. વધુ પડતી બ્લેક કોફી પીવાથી તમારા શરીરમાં વધુ સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે. જે ચિંતા અને તણાવ પેદા કરે છે.
ઊંઘ ન આવવાની સમસ્યા
વધુ કોફી પીવાથી તમારી ઊંઘની પેટર્ન બગડી શકે છે. જો તમે રાતની ઊંઘ સારી રીતે લેવા માંગતા હોવ તો સૂવાના કેટલાક કલાકો પહેલા કોફીનું સેવન બિલકુલ ન કરો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે