Dance Video: નાગિન, મરઘી ડાન્સ છોડો....હવે આવ્યો નવો ખાટલા ડાન્સ, Video જોઈને હાસ્યના ફૂવારા છૂટશે

તમે જુદા જુદા પ્રસંગોમાં લોકોને નાગિન ડાન્સ,મરઘી ડાન્સ અને ફ્રી સ્ટાઈલ ડાન્સ કરતાં જોયા હશે પણ શું તમે ક્યારેય ખાટલા ડાન્સ જોયો છે? જીં..હાં..સોશિયલ મીડિયા પર હાલ એક શખ્સ ખાટલા સાથે યૂનિક ડાન્સ સ્ટેપ્સ કરતા દેખાઈ રહ્યો છે.
 

Dance Video: નાગિન, મરઘી ડાન્સ છોડો....હવે આવ્યો નવો ખાટલા ડાન્સ, Video જોઈને હાસ્યના ફૂવારા છૂટશે

સોશિયલ મીડિયા પર અતરંગી વીડિયોની ભરમાર છે. ડાન્સની વાત કરીએ તો ડાન્સ વિના કોઈ પણ પ્રકારની પાર્ટી કે લગ્નને અધુરા માનવામાં આવે છે. તમે જુદા જુદા પ્રસંગોમાં લોકોને નાગિન ડાન્સ,મરઘી ડાન્સ અને ફ્રી સ્ટાઈલ ડાન્સ કરતાં જોયા હશે પણ શું તમે ક્યારેય ખાટલા ડાન્સ જોયો છે? જીં..હાં..સોશિયલ મીડિયા પર હાલ એક શખ્સ ખાટલા સાથે યૂનિક ડાન્સ સ્ટેપ્સ કરતા દેખાઈ રહ્યો છે.

કેટલાક ડાન્સર ઢોલની બીટ પર ઝુમી રહ્યા છે જેમાં એક શખ્સ ખાટલા પર બેસીને ખાટલો પકડીને ઉછળી ઉછળીને અજીબો ગરીબ ડાન્સ કરતા દેખાય છે. શખ્સ ખાટલા પર જ બેસીને ડાન્સ કરતા કરતાં ખાટલાને પહેલા પાછળ લઈને જાય છે અને ત્યારબાદ ખાટલાને આગળ લઈને આવે છે. આ વીડિયો લોકોનું ખુબ મનોરંજન કરી રહ્યો છે. વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હાલ જાણકારી નથી પણ  સોશિયલ મીડિયા પર અજીબો ગરીબ ખાટલા ડાન્સનો વીડિયો વાયરલ છે અને લોકો આ વીડિયોની મજા લઈ રહ્યા છે..

500 છોકરીઓ વચ્ચે એકલો છોકરો બેભાન થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

જો 200 રૂપિયા પગાર વધશે તો આપવો પડશે 25,240 ટેક્સ, સમજો ટેક્સની આંટીઘૂંટી

અહીં યુવતીઓ લગ્ન પહેલા જ થઈ જાય છે ગર્ભવતી, ત્યારબાદ થાય લગ્ન, જાણો આવું કેમ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news