Budget 2023: ઓ બાપરે! જો 200 રૂપિયા પગાર વધશે તો આપવો પડશે 25,240 ટેક્સ, સમજો ટેક્સની આંટીઘૂંટી

આ બજેટમાં કરદાતાઓ માટે કઈક એવી જોગવાઈ કરવામાં આવી છે જે દરેકને સરળતાથી સમજમાં આવી રહી નથી. આ વખતે સરકારે 7 લાખ રૂપિયા સુધીની આવક પર 0 ટેક્સ કર્યો છે. પરંતુ અહીંથી જ પેચ ફસાયો છે. જે કદાચ તમે પણ સમજી શક્યા નથી. 

Budget 2023: ઓ બાપરે! જો 200 રૂપિયા પગાર વધશે તો આપવો પડશે 25,240 ટેક્સ, સમજો ટેક્સની આંટીઘૂંટી

New Tax Regime Fact:  મોદી સરકાર તરફથી ગઈ કાલે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરાયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે મિડલ ક્લાસનું સૌથી વધુ ધ્યાન રાખ્યું છે. આગામી વર્ષે નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. જો કે આ બજેટમાં કરદાતાઓ માટે કઈક એવી જોગવાઈ કરવામાં આવી છે જે દરેકને સરળતાથી સમજમાં આવી રહી નથી. આ વખતે સરકારે 7 લાખ રૂપિયા સુધીની આવક પર 0 ટેક્સ કર્યો છે. પરંતુ અહીંથી જ પેચ ફસાયો છે. જે કદાચ તમે પણ સમજી શક્યા નથી. 

આ છે ટેક્સનું ગણિત
સરકાર નવા ટેક્સ રિજીમને સતત પ્રમોટ કરી રહી છે. આ જ કારણ છે કે સરકારે તે હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. પરંતુ જો તમારી આવક 7 લાખ રૂપિયા કરતા વધુ હશે તો તમારે ટેક્સ આપવો પડશે, તે પણ ત્રણ લાખથી વધુની સમગ્ર આવક પર. તે મુજબ 3 લાખથી 6 લાખની આવક પર 5 ટકા ટેક્સ, 6થી 9 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા, 9 થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા, 15 લાખથી વધુ પર 30 ટકા આવક વેરો ભરવો પડશે. હવે અહીં જ કેટલાક લોકો ગૂંચવાઈ રહ્યા છે. 

50,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ
વાત જાણે એમ છે કે સરકાર તરફથી સેક્શન 87એ (87 A) હેઠળ કરદાતાઓને ટેક્સ રિબેટ આપવામાં આવે છે, જે 3થી 7 લાખની આવક પર લાગૂ થાય છે. ન્યૂ ટેક્સ રિજીમ પ્રમાણે તમે 7 લાખ સુધીની આવક પર કોઈ પણ પ્રકારના ટેક્સથી મુક્ત થાઓ છો. જેમાં 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. એટલે કે 7.5 લાખ સુધીની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. પરંતુ જો તમારા પગારમાં દર મહિના પ્રમાણે 200 રૂપિયા પણ વધ્યા (વાર્ષિક 2400 રૂપિયા) તો તમારે 25000 નો ફટકો પડશે. આવો સમજીએ કેવી રીતે....

62,500 રૂપિયાની કમાણી પર ઝીરો ટેક્સ
જો તમારી આવક 7.5 લાખ રૂપિયા વાર્ષિક હોય તો સરકાર તરફથી તમને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો મળશે. 7 લાખ રૂપિયાની આવક પર ઝીરો ટેક્સ થયો. 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક જોઈએ તો દર મહિનાની આવક 62,500 રૂપિયા જેટલી થાય છે. હવે વાત કરીએ તમારા પગારમાં 200 રૂપિયા વધારાની ત તે વધીને 62,700 રૂપિયા માસિક થાય. 

62,700 રૂપિયા જો પગાર હોય તો 25,240 રૂપિયાનો ટેક્સ
જો તમારે દર મહિને 62,700 રૂપિયા કમાણી હોય તો તમારી વાર્ષિક આવક 7,52,400 રૂપિયા થઈ. અહીં 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળ્યા બાદ વાર્ષિક કમાણી ઘટીને 7,02,400 રૂપિયા રહી ગઈ એટલે કે 7 લાખથી ઉપરની કમાણી પર ટેક્સ આપવો પડશે. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5 ટકા પ્રમાણે 15 હજાર રૂપિયા ટેક્સ. 6 થી 9 લાખ વચ્ચે જો આવક હોય તો 1,02,400 ની આવક પર તમારે 10,240 રૂપિયા ટેક્સ ભરવો પડશે. બંને મળીને તમારા પર ટેક્સની રકમ 25,240 થઈ. આમા તમને કોઈ પણ પ્રકારની રિબેટ પણ નહીં મળે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news