ઉચ્ચ વર્ગનો એક મોટો તબક્કો બગડેલા બટાકા જેવો, સેવા કાર્ય કરતો જ નથી: મલિક

રાજ્યપાલે કહ્યું કે, વિશ્વનાં સૌથી સંપત્તીવાન વ્યક્તિઓ પૈકી એક બિલગેટ્સે પોતાની 99 ટકા સંપત્તી દાન કરી દીધી છે પરંતુ દેશનાં કથિત ધનાઢ્ય લોકો આવું કરતા નથી

ઉચ્ચ વર્ગનો એક મોટો તબક્કો બગડેલા બટાકા જેવો, સેવા કાર્ય કરતો જ નથી: મલિક

જમ્મુ : જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે દેશનાં સંપત્તીવાન વર્ગનાં એક તબક્કાને બગડેલા બટાકા જેવો ગણાવ્યો હતો. મલિકે કહ્યું કે, તેમનામાં સમાજ પ્રત્યે કોઇ જ સંવેદનશીલતા નથી અને ન તો તેઓ કોઇ ધર્માર્થ કાર્ય કરે છે. મલિકે અનેક વખત કાશ્મીરમાં અમીર નેતાઓ અને અધિકારીઓની ઝાટકણી કાઢી ચુક્યા છે. તેઓ રાજ્યનાં સૈનિક વેલફેર સોસાયટીનાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. 

રાજ્યપાલે કહ્યું કે, આ દેશમાં જે સંપત્તીવાન છે તેમનો એક મોટો વર્ગ છે. કાશ્મીરમાં નેતાઓ અને અધિકારીઓ તમામ અમીર છે. તેમનામાં સમાજ પ્રત્યે કોઇ જ સંવેદનશીલતા નથી. તેઓ એક રૂપિયા પણ સારા કામમાં નથી વાપરતા. તેમણે કહ્યું કે, જો કે કેટલાક સારા લોકો પણ છે તેમણે મન પર લેવાની જરૂર નથી. પરંતુ અમુક લોકો છે જેઓ આ સમાજ માટે એક બગડેલા બટાકા જેવા છે. 

મલિકે કહ્યું કે, યુરોપમાં અને અન્ય દેશોમાં તેઓ ધર્માર્થ કાર્ય કરવા જાય છે, માઇક્રોસોફ્ટનાં માલિકે પોતાની સંપત્તિનાં 99 ટકા દાનમાં આપી દીધી છે. તેમણે કહ્યું કે, સમાજ ઉચ્ચ વર્ગથી નથી બનતો પરંતુ ખેડૂતો, કર્મચારીઓ, ઉદ્યોગોમાં કામ કરનારા લોકો અને સશસ્ત્ર દળોમાં કામ કરનારા લોકોથી બને છે. તેમમે કહ્યું કે, ચાલો આપણે પોતાનાં સશસ્ત્ર દળોનું મનોબળ વધારીએ, તેમની મદદ કરીએ અને તેમને યાદ રાખીએ. 

જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં છ મહિનાનું રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ બુધવારે મધ્યરાત્રીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું. તેનાંથી કેન્દ્રીય કેબિનેટને આતંકવાદથી ગ્રસ્ત આ રાજ્ય અંગે તમામ નીતિગત નિર્ણય લેવાનો માર્ગ પ્રશસ્ત થઇ જશે. મહેબુબા મુફ્તી સાથેની ગઠબંધ સરકાર જુનમાં ભાજપની સમર્થન પાછુ ખેંચી લેવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક સંકટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્યાં કેન્દ્રીય શાસન લગાવવાની અરજી પર હસ્તાક્ષર કરી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news