close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

#ZeeMahaExitPoll:દક્ષિણ ભારતમાં નિરાશ થશે એનડીએ, ભાજપને આશ્ચર્યજનક સફળતા

લોકસભા ચૂંટણી માટે મતદાન સંપન્ને થઇ ચુક્યું છે. હવે સમગ્ર દેશની નજર તેના પર છે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે. દક્ષિણ ભારતનાં રાજ્ય આગામી સરકારની રચનામાં મહત્વની ભુમિકા નિભાવી શકે છે. અહીંથી કોંગ્રેસને ઘણી આશા છે. કર્ણાટકમાં તો ભાજપ અને કોંગ્રેસ - જેડીયુ ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે. જો કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપનો કોઇ ખાસ પ્રભાવ નથી જોવા મળી રહ્યો. વિવિધ એક્ઝિટ પોલના અનુસાર આ રાજ્યોમાં કોને કેટલી સીટો મળી રહી છે. તેની એક ઝલક...

Updated: May 20, 2019, 12:28 AM IST
#ZeeMahaExitPoll:દક્ષિણ ભારતમાં નિરાશ થશે એનડીએ, ભાજપને આશ્ચર્યજનક સફળતા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે મતદાન સંપન્ને થઇ ચુક્યું છે. હવે સમગ્ર દેશની નજર તેના પર છે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે. દક્ષિણ ભારતનાં રાજ્ય આગામી સરકારની રચનામાં મહત્વની ભુમિકા નિભાવી શકે છે. અહીંથી કોંગ્રેસને ઘણી આશા છે. કર્ણાટકમાં તો ભાજપ અને કોંગ્રેસ - જેડીયુ ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે. જો કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપનો કોઇ ખાસ પ્રભાવ નથી જોવા મળી રહ્યો. વિવિધ એક્ઝિટ પોલના અનુસાર આ રાજ્યોમાં કોને કેટલી સીટો મળી રહી છે. તેની એક ઝલક...

ABP Nielsenનો દાવો કેરળમાં ખુલશે ભાજપનું ખાતુ, થરુરને લાગશે મોટો ઝટકો

કેરળમાં ભાજપનું 3 સીટો સાથે ખાતુ ખોલે તેવી શક્યતા
સૌથી પહેલા વાત કરતા કેરળની કરીએ, જ્યાં પોતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મેદાનમાં છે. કેરળમાં કુલ 20 સીટો છે અને મુખ્ય મેચ કોંગ્રેસની આગેવાની વાળા યુડીએફ અને લેફ્ટની એલડીએફની વચ્ચે છે. ટાઇમ્સ નાઉ-એક્ઝિટ પોલના અનુસાર અહીં પહેલીવાર ભાજપ ખાતુ ખોલવામાં સફળ થઇ શકે છે. એક્ઝિટ પોલનાં અનુસાર યુપીએને આ વખતે 3 સીટોનો ફાયદો થઇ શકે છે. તેના ખાતામાં 15 સીટો (વોટ શેર 45.9 ટકા) આવી શકે છે. ગત્ત વખતે યુપીએને અહીંથી 12 સીટો (41.98 ટકા વોટશેર) મળ્યું હતું. 

ZeeNewsMahaExitPoll:NDAને 300થી વધારે સીટ, દેશમાં ફરી નમો નમ:

Exit Pollના તારણોથી ઉમર અબ્દુલ્લા 'નારાજ', કહ્યું-ટીવી બંધ કરીને સોશિયલ મીડિયામાંથી લોગ આઉટ...
કેરળમાં પહેલીવાર ખુલી શકે છે ભાજપનું ખાતુ
જો વાત ભાજપની કરીએ તો કેરળમાં પહેલીવાર ખાતુ ખુલે તેવી શક્યતાઓ છે. તેને 1 સીટ મળી શકે છે. કેરળમાં ભાજપનાં વોટ શેરમાં જબરદસ્ત ઉછાળાની શક્યતા છે. 2014માં તેને કેરળમાં 10.57 ટકા મત મળ્યા હતા જે આ વખતે વધીને 23.53 ટકા થઇ શકે છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંડને 4 સીટોનાં નુકસાનનું અનુમાન છે. 2014માં એલડીએફમાં કેરળમાં 8 સીટો પર કબ્જો કર્યો હતો પરંતુ આ વખતે તેને માત્ર 4 સીટો મળતી જોવા મળી રહી છે. તેના વોટશેરમાં પણ ઘણો ઘટાડો થવાનું અનુમાન છે. એલડીએફને આ વખતે 26.5 ટકા મત મળી શકે છે, જે 2014નાં 40.12 ટકાની તુલનાએ 13.62 ટકા ઓછું છે. 

#ZeeMahaExitPoll: આજ તક-AXISનો દાવો, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મળશે આટલી બેઠકો

આંધ્ર પ્રદેશમાં ચોકાવી શકે છે જગન રેડ્ડી
આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 સીટો છે. અહીં જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સારુ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ટાઇમ્સ નાઉ એક્ઝિટ પોલના અનુસાર વાયએસઆર કોંગ્રેસ આંધ્રપ્રદેશની 25માંથી 18 સીટો પર જીત મેળવી શકે છે. જો તેવું થશે તે તેને સીધો જ 10 સીટોનો ફાયદો થશે. ગત્ત ચૂંટણીમાં વાઇએસઆર કોંગ્રેસે 8 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ગત ચૂંટણીમાં 15 સીટો જીતનારી ચંદ્રબાબુ નાયડુની ટીડીપીની સીટો આ વખતે ઘટીને અડધા કરતા પણ ઓછી થઇ શકે છે. તેને 7 સીટો મળવાનું અનુમાન છે. ગત્ત વખતે ભાજપે આંધ્રપ્રદેશમાં 2 સીટો કબ્જે કરી હતી, જો કે આ વખતે ભાજપનું ખાતુ પણ ન ખુલે તેવી શક્યતા છે. 

#ZeeMahaExitPoll: અસમમાં ભાજપ ક્લિન સ્વિપ કરે તેવી શક્યતા

તેલંગાણામાં KCR નું એક હથ્થુ શાસન
તેલંગાણામાં કુલ 17 સીટો છે. વીએમઆર એક્ઝિટ પોલના અનુસાર અહીં સ્થીતી લગભગ 2014 જેવી જ રહેશે. કેસીઆરની ટીઆરએસને 1 સીટનો ફાયદો થવાની શક્યા છે. ગત્ત ચૂંટણીમાં ટીઆરએસએ અહીં 12 સીટો જીતી હતી. જે આ વખતે વધીને 13 થવાની શક્યતા છે. કોંગ્રેસ ગત વખતે 2 સીટો જીતી હતી. ભાજપને પણ ગત્ત વખતની જેમ આ વખતે એક સીટ મળી રહી છે. અસદુદ્દીન ઓવૈસીના ખાતે પણ 1 સીટ જઇ રહી છે. ગત્ત વખતે પણ તેણે 1 જ સીટ જીતી હતી. 
તમિલનાડુમાં DMK નો ડંકો વાગી શકે છે.
#ZeeMahaExitPoll:પૂર્વોત્તરના રાજ્યોની કુલ 25 સીટો પૈકી 13 પર ભાજપનો કબજો

તમિલનાડુમાં કુલ 38 સીટો છે. ગત્ત વખતે અન્નાદ્રમુકનું એક તરફી જીત પ્રાપ્ત કરતા 37 સીટો પર કબ્જો કર્યો હતો. 1 સીટ ભાજપના કબજામાં જઇ રહી છે. ઝી સર્વે અનુસાર અહીં એનડીએને માત્ર 9 સીટો મળી શકે છે. જે ગત વખતે 29 મળી હતી. ડીએમકેની આગેવાનીમાં યુપીએને સીટોનો ફાયદો થતું જોવા મળે છે. ગત વખતે ખાતુ પણ નહી ખોલી શકનાર યુપીએ આ વખતે 29 સીટો પર જીત પ્રાપ્ત કરી શકે છે.