#ZeeMahaExitPoll:પૂર્વોત્તરના રાજ્યોની કુલ 25 સીટો પૈકી 13 પર ભાજપનો કબજો

લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે (19 મે) નાં રોજ પુર્ણ થઇ ચુક્યું છે. આ ચૂંટણીમાં લોકસભાની 543 માંથી 542 સીટો પર મતદાન બાદ ચૂંટણી પરિણામો 23 મેનાં રોજ આવવાનું ચાલુ થઇ ચુક્યા છે. શરૂઆતી વલણમાં એબીપી - નીલ્સન (ABP-Nielsen)ના અનુસાર પુર્વોત્તર રાજ્યોની 25 સીટોમાં ભાજપને 13 સીટ અને કોંગ્રેસ અને અન્ય દળોને 6-6 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે .આ વખતે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 21 સીટો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. 
#ZeeMahaExitPoll:પૂર્વોત્તરના રાજ્યોની કુલ 25 સીટો પૈકી 13 પર ભાજપનો કબજો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે (19 મે) નાં રોજ પુર્ણ થઇ ચુક્યું છે. આ ચૂંટણીમાં લોકસભાની 543 માંથી 542 સીટો પર મતદાન બાદ ચૂંટણી પરિણામો 23 મેનાં રોજ આવવાનું ચાલુ થઇ ચુક્યા છે. શરૂઆતી વલણમાં એબીપી - નીલ્સન (ABP-Nielsen)ના અનુસાર પુર્વોત્તર રાજ્યોની 25 સીટોમાં ભાજપને 13 સીટ અને કોંગ્રેસ અને અન્ય દળોને 6-6 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે .આ વખતે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 21 સીટો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. 

અત્યાર સુધી એક્ઝિટ પોલના વલણ આવ્યા છે તેના અનુસાર 2019માં એકવાર ફરીથી મોદી સરકાર બની રહી છે. અત્યાર સુધી મોટા ભાગની સમાચાર ચેનલોમાં સ્પષ્ટ રીતે મોદી સરકાર બનતી જોવા મળી છે. ઝી ન્યુઝનાં મહા એક્ઝીટ પોલ(ZeeMahaExitPoll) અનુસાર ભાજપનાં નેતૃત્વમાં એનડીએને 300 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 128 અને અન્યને 114 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

Exit Poll 2019: AAJTAK-AXISનો દાવો, છત્તીસગઢમાં ભાજપને 7-8 અને કોંગ્રેસને 3થી 4 સીટ
ટાઇમ્સ નાઉ - વીએમઆર
એક્ઝિટ પોલનાં વલણમાં એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવે છે તે જોઇ શકાય છે. તેના અનુસાર એનડીએને 306 સીટો મળશે. યુપીએને 132 અને અન્યને 104 સીટો મળવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. યુપીમાં સપા-બસપાનું મહાગઠબંધન હોવા છતા મોટી સળફતા મળશે અને રાજ્યની 80 સીટોમાંથી 58 સીટો પર ભાજપને સફળતા મળશે. તેના અનુસાર ગઠબંધનને 20 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

આજતક એક્સિસ માઇ ઇન્ડિયા
મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 સીટો અને કોંગ્રેસને 1-3 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં ભાજપ 7-8, કોંગ્રેસ 3-4 સીટો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 23-25 સીટો જ્યારે કોંગ્રેસને 0-2 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news