ખેલ મંત્રીને ભારે પડી મહિલા 'ખેલાડી' સાથેની 'રમત', મંત્રીમંડળમાંથી મંત્રીજીએ થવું પડ્યું Out!

Haryana Sports Minister Sandeep Singh Resigned: ચંદીગઢ એસએસપીને આપેલી લેખિત ફરિયાદમાં મહિલા કોચે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી અને રમતગમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી. મહિલા કોચ તેની સાથે કથિત છેડતીના સંબંધમાં INLDના મુખ્ય મહાસચિવ અને ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને મળી ચૂક્યા છે.

ખેલ મંત્રીને ભારે પડી મહિલા 'ખેલાડી' સાથેની 'રમત', મંત્રીમંડળમાંથી મંત્રીજીએ થવું પડ્યું Out!

Haryana Sports Minister Sandeep Singh Resigned: ઘણીવાર માણસને કોઈ મોટું પદ કે પ્રતિષ્ઠા મળે તો તેના પાવરનો તે દૂરઉપયોગ પણ કરતો હોય છે. હરિયાણામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. મહિલા સાથેની રમત ખેલ મંત્રીને ભારે પડી. હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહે છેડતીના આરોપ બાદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક મહિલા કોચની ફરિયાદ બાદ સંદીપ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. IPC કલમ 354, 354A, 354B, 342 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચંદીગઢ પોલીસના PROએ કહ્યું કે તપાસ હજુ ચાલી રહી છે.

જો કે, સંદીપ સિંહે છેડતીની ફરિયાદ બાદ પોતે જ સામે આવીને આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું- ‘મારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને આશા છે કે મારા પર લગાવવામાં આવેલા ખોટા આરોપોની સંપૂર્ણ તપાસ થશે. જ્યાં સુધી તપાસનો રિપોર્ટ નહીં ત્યાં સુધી રમતગમત વિભાગની જવાબદારી મુખ્યમંત્રીને સોંપું છું.
 

— ANI (@ANI) January 1, 2023

હરિયાણાના રમતગમત રાજ્યમંત્રી સંદીપ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. મંત્રી પર છેડતીનો આરોપ લગાવનાર જુનિયર એથ્લેટિક્સ કોચ શિક્ષા ડાગરે મંત્રી વિરુદ્ધ ચંદીગઢ એસએસપીને ફરિયાદ કરી છે. બીજી તરફ સ્પોર્ટ્સ વિભાગની મહિલા ડેપ્યુટી ડાયરેક્ટર કવિતા રમત મંત્રીના બચાવમાં આવી છે. કવિતાએ સ્પોર્ટ્સ ડિરેક્ટોરેટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મંત્રીને ક્લીનચીટ આપી છે અને જુનિયર એથ્લેટિક્સ કોચને જ શંકાના દાયરામાં મૂકી દીધી છે.

આ દરમિયાન સંદીપ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર મહિલા કોચ અંબાલામાં ગૃહમંત્રી અનિલ વિજને મળી હતી. કોચે કહ્યું કે સંદીપ મને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે, મેં તેનાથી બચવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે મને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. ચંદીગઢ એસએસપીને આપેલી લેખિત ફરિયાદમાં મહિલા કોચે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી અને રમતગમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી. મહિલા કોચ તેની સાથે કથિત છેડતીના સંબંધમાં INLDના મુખ્ય મહાસચિવ અને ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને મળી ચૂક્યા છે.

ત્યાં તેમણે ઈલેક્ટ્રોનિક મીડિયાના લોકો સાથે વાતચીત કરી, ત્યારબાદ અભય ચૌટાલાએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા સાથે પણ આ મામલે વાત કરી હતી. મહિલા કોચે કહ્યું કે તે આ લડાઈમાં સહકાર માટે મુખ્યમંત્રી મનોહર લાલ અને વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા સાથે પણ મુલાકાત કરશે. તેમણે જણાવ્યું કે ફરિયાદ સાંભળ્યા બાદ SSPએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news