પેટ્રોલ બાદ હવે વિજળીમાં ઝીંકાશે કમરતોડ ભાવ વધારો, 9 વર્ષની સર્વોચ્ચ સપાટીએ કિંમત

વિજળીની માંગમા સતત થઇ રહેલા વધારાના કારણે હવે વિજળીની કિંમતમાં ભડકો જોવા મળી રહ્યો છે

પેટ્રોલ બાદ હવે વિજળીમાં ઝીંકાશે કમરતોડ ભાવ વધારો, 9 વર્ષની સર્વોચ્ચ સપાટીએ કિંમત

નવી દિલ્હી : વિજળીની માંગમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX)માં ગુરૂવારે વિજળીની હાજર કિંમત 15.37 રૂપિયા પ્રતિ યૂનિટ સુધી પહોંચી ગઇ. હાજર બજારમાં ગત્ત 9 વર્ષ દરમિયાન વિજળીનું આ ઉચ્ચતમ સ્તર છે. તે અગાઉ 2009માં વિજળીની હાજર કિંમત 17 રૂપિયા પ્રતિ યૂનિટના આંકડ સુધી પહોંચી ગઇ હતી. રાજ્ય વિજ બોર્ડ વિજળીની તત્કાલ જરૂરિયાતોને પુરી કરવા માટે હાજર બજારમાંથી વિજળી ખરીદે છે. જો એવી સ્થિતી જળવાઇ રહેશે સામાન્ય ગ્રાહકોને વિજળીમાં કાપ અને મોંઘી વિજળીનો સામનો કરવો પડી શકે છે. 

શા માટે મોંઘી થઇ વિજળી
નિષ્ણાંતોનું માનવું છે કે પુરવઠ્ઠાની તુલનાએ માંગ વધી હોવાનાં કારણે વિજળીની હાજર કિંમતોમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, પવન અને જળ વિદ્યુત ઉત્પાદનમાં ઘટાડા સાથે વિજ સંયંત્રોમાં કોલસાનો સતત ઘટાડો થઇ રહ્યો હોવાનાં કારણે હાજર કિંમતોમાં આ વધારો જોવા મળી રહ્યો છે. જાણકારોના અનુસાર ગુરૂવારે એનર્જી એક્સચેન્જમાં 35.7 કરોડ યૂનિટની ખરીદી માટે બોલી લગાવાઇ હતી. જ્યારે વેચનારની બોલી માત્ર 32.8 કરોડ યૂનિટ માટે જ આવી હતી. તેના કારણે શુક્રવારે પુરવઠ્ઠા માટે કિંમતો 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news