કાશ્મીરથી લઈને દિલ્હી-NCR સુધી ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7
દિલ્હી-એનસીઆરમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 રહી.
Trending Photos
શિવમ ગુપ્તા, નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 રહી. અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં આ ભૂકંપનું કેન્દ્ર હતું. જમ્મુ અને કાશ્મીર તથા પંજાબમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.
ભૂકંપના જોરદાર આંચકા
સવારે 9.45 વાગે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાનો લોકોએ અનુભવ કર્યો. ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા સમયે સિલિંગ ફેન અને ઘરમાં રાખેલો સામાન હલતો જોવા મળ્યો હતો.
જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના ખબર આવ્યા નથી. પ્રશાસને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Afghanistan-Tajikistan Border Region at 9:45 am today: National Center for Seismology pic.twitter.com/74f7Qrj10T
— ANI (@ANI) February 5, 2022
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે. જે સતત ઘૂમતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ ટકરાય છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળે છે. જ્યારે વધુ દબાણ વધે તો પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. પછી આ ડિસ્ટર્બન્સના કારણે ભૂકંપ આવે છે.
રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે