દાહોદની સભામાં પીએમ મોદીએ જેમના આર્શીવાદ લીધા એ 103 વર્ષીય દાદા કોણ, જાણી લો
Gujarat Elections 2022 : દાહોદની સભામાં કેદ થયેલી ખાસ પળ, PM મોદીએ શેર કરેલી આ તસવીરમાં કોણ છે? જાણો
Trending Photos
Gujarat Elections 2022 : વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા છે અને બુધવારે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી ભાજપ માટે મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. એક દિવસના વિરામ બાદ તેમણે મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવી. ત્યારે હવે આવતીકાલે ગુરુવારે સવારથી ફરીથી પ્રચારનો પ્રારંભ કરશે. ગુરુવારે તેઓ પાલનપુર, દહેગામ,અરવલ્લી, અમદાવાદ ગ્રામ્યમાં સભા કરશે.
ચૂંટણી પહેલાં ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 સભા ગજવશે. જેમાં તેઓ ભાજપ માટે પ્રચાર કરીને વોટ માંગી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસમાં ગુજરાતમાં 8 સભા ગજવશે. જેમાં બુધવારે તેમણે ચાર સભા કરી હતી. તો ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 સભામાં સંબોધન કરશે.
પ્રધાનસેવકને વડીલના આશીર્વાદ...
દાહોદ ખાતે 103 વર્ષના વડીલ શ્રી સુમનભાઈએ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ને આશીર્વાદ આપ્યા.#ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ pic.twitter.com/mdJLxKffgz
— BJP Gujarat (@BJP4Gujarat) November 23, 2022
દાહોદની સભાના PM મોદીના લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. સભા સમયે PMને સુમનભાઈને મળવા પહોંચ્યા હતા. 103 વર્ષીય સુમનભાઈ સાથે હર્ષથી PM મોદી મળ્યા હતા. આ બાદ પીએમ મોદીની આ તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ હતી. સુમનભાઈને જોઈને પીએમ ભેટી પડ્યા હતા અને ભાવવિભોર થઈ ગયા હતા. આ ખાસ પળે, વૃદ્ધ સુમનભાઈ સભા સ્થળ સુધી પહોંચીને પીએમ મોદીને મળવા આવ્યા હતા, ત્યારે પીએમએ તેમના આર્શીવાદ લીધા હતા. એટલુ જ નહિ, પોતાના ભાષણમાં પણ તેઓએ સુમનભાઈનો ઉલ્લેખ કર્યો હતો. આ પળ ખાસ બની રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે