ગેંગસ્ટર રોહિત ગોદારાએ પોતે જણાવ્યું ગોગામેડી મર્ડરનું અસલ કારણ! અશોક ગેહલોતના પુત્ર પર લગાવ્યો આ આરોપ

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લેનારા ગેંગસ્ટર રોહિત ગોદારાએ એક નવી ફેસબુક પોસ્ટ લખી છે. તેમાં તેણે કથિત રીતે ગોગામેડીની હત્યાનું અસલ કારણ જણાવ્યું છે. તેનો દાવો છે કે કોઈ મામલે ડિસ્ટ્રીબ્યુશન મુદ્દે ગોગામેડી સાથે તેનો વિવાદ થયો હતો.

ગેંગસ્ટર રોહિત ગોદારાએ પોતે જણાવ્યું ગોગામેડી મર્ડરનું અસલ કારણ! અશોક ગેહલોતના પુત્ર પર લગાવ્યો આ આરોપ

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લેનારા ગેંગસ્ટર રોહિત ગોદારાએ એક નવી ફેસબુક પોસ્ટ લખી છે. તેમાં તેણે કથિત રીતે ગોગામેડીની હત્યાનું અસલ કારણ જણાવ્યું છે. તેનો દાવો છે કે કોઈ મામલે ડિસ્ટ્રીબ્યુશન મુદ્દે ગોગામેડી સાથે તેનો વિવાદ થયો હતો. આ મામલે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ પણ સામેલ હતા. તેણે આ સાથે લખ્યું છે કે આ ઘટના વખતે માર્યા ગયેલા નવીન સિંહ શેખાવતની કુરબાની બેકાર જશે નહીં. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લખ્યું છે કે "રામ રામ બધાને ભાઈઓ, હું રોહિત ગોદારા કપૂરીસર ગોલ્ડી બરાર. જેમ કે તમને ખબર છે કે સુખદેવ ગોગામેડીની હત્યાની જવાબદારી અમે પહેલેથી લઈ ચૂક્યા છીએ. અમારા ભાઈ ઘટનાસ્થળે સ્વર્ગીય નવીનસિંહ શેખાવત શહીદ થયા છે. આ બળાત્કારી, અહંકારી અને જાતિવાદના નામે પોલિટિક્સ કરનારા લાલચી.....ને મારતા અમારા અજીઝ ભાઈની કુરબાની થઈ છે. તેની દિલેરીને અમે સલામ કરીએ છીએ. અમે તે હંમેશા યાદ રાખીશું. અમારી જે ફરજ છે તે અમે નિભાવીશું."

રોહિત ગોદારાએ વધુમાં લખ્યું છે કે "ભાઈઓ તેને મારવાનું કારણ એ છે કે તેની સાથે અમારી ડિસ્ટ્રીબ્યુશનની એક મેટરને લઈને વાત થઈ હતી. આ મેટરમાં અમે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઈન્વોલ્વ કરાવ્યા હતા. વૈભવ અમારી પાસેથી હિસ્સો લેતો હતો. બધી એક્સટોર્શન મનીના. આ વાતના પુરાવા અમારી પાસે કોલ રેકોર્ડિંગમાં છે. આ સાથે અનેક મહત્વપૂર્ણ નામ પણ આ મામલે જોડાયેલા છે. આ વાત અમે એટલા માટે શેર કરી રહ્યા છીએ કે કારણ કે અમારા દુશ્મન સિદ્ધુ મુસેવાલાના પણ ટચમાં હતા."

હત્યા બાદ વાયરલ થયો હતો આ પત્ર
ગોગામેડીની હત્યા બાદ રોહિત ગોદારાની એક પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી. જેમાં લખ્યું હતું કે "રામ રામ, બધા ભાઈઓને, હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડ બરાડ. ભાઈઓ આજે આ જે સુખદેવ ગોગામેડીની હત્યા થઈ છે તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. આ હત્યા અમે કરાવી છે. ભાઈઓ હું તમને જણાવવા માંગુ છું કે તે અમારા દુશ્મનોને મળીને સહયોગ કરતો હતો. તેમને મજબૂત કરવાનું કામ કરતો હતો. રહી વાત દુશ્મનોની, તો તેઓ પોતાના ઘરને આંગણે પોતાની અર્થી તૈયાર રાખે. તેમની સાથે પણ જલદી મુલાકાત થશે."

સોશિયલ મીડિયાથી સંપર્ક
લોરેન્સ બિશ્નોઈનો ખૂંખાર સાથે રોહિત ગોદારા બીકાનેર જિલ્લાના લૂણકરણસરનો રહીશ છે. વર્ષ 2010થી જ તે જયરામની દુનિયામાં સક્રિય છે. નાના મોટા ગુના કરીને તે લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેની ગેંગમાં સામેલ થઈને અપરાધિક ગતિવિધિઓને અંજામ આપવા લાગ્યો. પોલીસનો શિકંજો જ્યારે કસાયો તો તે વર્ષ 2022માં દિલ્હીથી નકલી પાસપોર્ટ બનાવડાવીને દુબઈ ભાગી ગયો. ત્યાંથી સોશિયલ મીડિયા એપ દ્વારા ગેગના સાથીઓ સાથે જોડાયેલો રહે છે. વિદેશમાં રહીને તેમને સોપારી આપે છે. 

તેના વિરુદ્ધ ઈન્ટરપોલે રેડકોર્નર નોટિસ પણ બહાર પાડેલી છે. તે દુબઈમાં રહીને લોરેન્સ બિશ્નોઈ અને તેના દોસ્ત ગોલ્ડી બરાડના ઈશારે ગુનાહિત ગતિવિધિઓને અંજામ આપે છે. આ વર્ષ જૂનમાં તેણે બીકાનેરના એક જ્વેલર્સ પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો ગોળી મારી દેશે. એવું પણ કહ્યું હતું કે બે હજાર સાથીઓ હાલ બીકાનેરમાં છે. જ્વેલર્સે આ પૈસા આપવામાં અસમર્થતા જતાવીને નયાશહેરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

સુખદેવ સિંહ ગોગામેડીને ઘરમાં ઘૂસીને ગોળી મારી
અત્રે જણાવવાનું કે મંગળવાર બપોરે જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી પોતાના ઘરમાં કેટલાક લોકો સાથે બેઠા હતા. તે સમયે એસયુવીમાં સવાર કેટલાક લોકો આવ્યા. ગોગામેડીની સંમતિ બાદ સિક્યુરિટીએ તેમને અંદર જવા દીધા. આરોપીઓ થોડીવાર વાતચીત બાદ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ ઘટનામાં તેમનું મોત થયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news