UN Peacekeepers day: શાંતિ ક્ષેત્રે ભારતીય મહિલા સૈન્ય અધિકારીનું અનોખુ પ્રદાન, મેળવ્યું ઐતિહાસિક ગૌરવ
પહેલીવાર હશે જ્યારે કોઇ ભારતીયને યૂનાઇટેડ નેશન્લ મિલિટ્રી જેન્ડર ડ્વોકેટ એવોર્ડથી નવાજવામાં આવશે. આ ખાસ સન્માન પ્રાપ્ત કરનાર ભારતીય છે મેજર સુમન ગવાની. મેજર સુમન આ એવોર્ડને બ્રાજિલ નેવી ઓફીસર કાર્લા મોંટેરિયો દી કાસ્ત્રો અરાઉજો સાથે સંયુક્ત રીતે એનાયત થશે. યુએન મહાસચિવ એન્ટોનિયો ગુતરેજ યુએનનાં પીસકીપર્સ ડે (29 મે) પ્રસંગે એટલે કે આજે એક વર્ચ્યુઅલ સમારંભમાં આ બંન્ને મહિલાઓને સન્માનિત કરશે.
Trending Photos
નવી દિલ્હી : પહેલીવાર હશે જ્યારે કોઇ ભારતીયને યૂનાઇટેડ નેશન્લ મિલિટ્રી જેન્ડર ડ્વોકેટ એવોર્ડથી નવાજવામાં આવશે. આ ખાસ સન્માન પ્રાપ્ત કરનાર ભારતીય છે મેજર સુમન ગવાની. મેજર સુમન આ એવોર્ડને બ્રાજિલ નેવી ઓફીસર કાર્લા મોંટેરિયો દી કાસ્ત્રો અરાઉજો સાથે સંયુક્ત રીતે એનાયત થશે. યુએન મહાસચિવ એન્ટોનિયો ગુતરેજ યુએનનાં પીસકીપર્સ ડે (29 મે) પ્રસંગે એટલે કે આજે એક વર્ચ્યુઅલ સમારંભમાં આ બંન્ને મહિલાઓને સન્માનિત કરશે.
#Indian🇮🇳 peacekeeper -- Suman Gawani -- to be honoured with the @UN Military Gender Advocate of the Year Award during an online ceremony presided over by 🇺🇳 Secretary-General @antonioguterres on 29 May - International Day of UN Peacekeepers: https://t.co/hjdQQxChdW pic.twitter.com/528yC0aHH6
— United Nations in India (@UNinIndia) May 26, 2020
મેજર સુમનને આ એવોર્ડ યુએનનાં યૌન હિંસા વિરોધી અભિયાનમાં મહત્વપુર્ણ યોગદાન માટે એનાયત કરવામાં આવી રહ્યો છે. મેજર સુમન એક મિલિટ્રી ઓબ્ઝર્વર છે. જે એક યુએન મિશન હેઠળ દક્ષિણ સુડાનમાં ફરજ પર હતા. પોતાની સેવા દરમિયાન મેજર સુમને યૌન હિંસા અંગેના મામલાઓ પર નજર રાખનારી 230 મહિલા યુએન મિલેટ્રી ઓબ્ઝર્વર ટ્રેનિંગ આપી. તેમણે દક્ષિણ સુડાનમાં તમામ યુએન મિશનસાઇટ પર મહિલા યુએન મિલિટ્રી ઓબ્ઝર્વ્રસને ફરજ પર સુનિશ્ચિત કરી. મેજર સુમને શારીરિક હિંસા અંગેના કેસને કંટ્રોલ કરવા માટે દક્ષિણ સુદાનની સેનાઓને પણ ટ્રેનિંગ આપી.
મેજર સુમન ઉતરાખંડનાં ટિહરી ગઢવાલનાં છે
મેજર સુમન ઉતરાખંડના ટિહરી ગઢવાલના પોખર ગામના રહેવાસી છે. તેમનું શિક્ષણ ઉતરકાશીમાં થયું. દેહરાદુનની ગવર્નમેન્ટ પીજી કોલેજમાંથી તેમણે બેચર ઓફ એજ્યુકેશન ડિગ્રી પ્રાપ્ત કરી. મિલીટ્રી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મહુ થી તેમણે ટેલિ કોમ્યુનિકેશનની ડિગ્રી પ્રાપ્ત કરી. મેજર સુમને 2011માં ઓફીસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઇથી ગ્રેજ્યુએટ થયા બાદ ઇન્ડિયન આર્મી જોઇન કરી. તેઓ આર્મીની સિગ્નલ કોર્પ સાથે જોડાયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે